સદ્‍ગુરુ: ભારત એક રંગની સંસ્કૃતિ નથી - તે સંસ્કૃતિઓનું એક મેઘધનુષ છે, જ્યાં આપણે બધું એક સરખું રાખવાના વિધાનમાં  નથી માનતા. લોકોનો વંશ, તેમની ભાષા, ખોરાક, કપડા પહેરવાની રીત,સંગીત અને નૃત્ય; દર પચાસ કે સો કિલોમીટરે દેશમાં બધું જ અલગ છે. આ તે દેશ છે જ્યાં આપણે વિવિધતાને તે સ્તર સુધી પ્રોત્સાહન આપવાની હિંમત કરી છે કે આપણી પાસે દેશમાં 1300 કરતા વધારે ભાષાઓ અને બોલીઓ છે, અને સાહિત્યના એક વિશાળ સંગ્રહ સાથે લગભગ 30 આખી વિકસિત ભાષાઓ છે. એક દેશ તરીકે કદાચ આપણી પાસે ધરતી પર સૌથી મોટી સંખ્યામાં કળા અને હસ્તકળાઓ છે. આપણા દેશમાં દુનિયાનો દરેક ધર્મ તો વસેલો છે જ. સાથે જ આપણે પૂજાની ઘણી બધી વિવિધતાઓ, અને વ્યક્તિની આંતરિક અને સર્વોચ્ચ સુખાકારીને પ્રાપ્ત કરવાની ઘણી બધી વિવિધતાઓનું એક ઘર છીએ, જેમને બાકીની દુનિયાએ જોઈ પણ નથી. દુર્ભાગ્યે, પાછલાં અમુક દશકોમાં, ઘણાં ભારતીયો આધ્યાત્મિક સંભાવનાઓની સાથે સંપર્ક ગુમાવી રહ્યા છે. એટલે IGNCA જેવી સંસ્થાઓ જે કામ રહી રહી છે તે પ્રશંસનીય છે. કારણ કે આ સંસ્કૃતિ ખોવાઈ ના જવી જોઈએ.




ભારતીય સંસ્કૃતિમાં એક આંતરિક શક્તિ છે જે આંતરિક સુખાકારીના આખા વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ઉદ્ભવે છે. અત્યારે, આખી દુનિયા તેને ઝંખી રહી છે. તેમની પાસે બહારની ટેકનોલોજી છે જેના વડે તેમણે બહાર અદ્ભુત વસ્તુઓ કરી છે. પણ તેઓ અંદર સંઘર્ષ કરી રહ્યા છે. જોઆપણે આ દેશમાં આપણી પાસે જે જ્ઞાનની બેંક છે તેની તરફ પાછા વળીએ, તો એ સૌથી મોટી સંપત્તિ બની શકે છે - ખાલી આ દેશની સુખાકારી માટે જ નહીં, પણ આખી દુનિયાની સુખાકારી માટે.આ સંદર્ભમાં UN દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરવું બહુ મહત્ત્વનું છે.માનવ ઈતિહાસમાં તે એક નિર્ણાયક ક્ષણ પર આવે છે, જ્યારે યોગનું વિજ્ઞાન પહેલા કરતાં અત્યારે ઘણુંવધુ સુસંગત છે. માનવતાના ઈતિહાસમાં પહેલી વાર, આપણી પાસે ધરતી પરની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી ક્ષમતા છે - પોષણ, આરોગ્ય, શિક્ષણ, બધી જ વસ્તુઓ માટે. આપણી પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજીના જબરદસ્ત સાધનો છે - વિશ્વને ઘણી વાર બનાવવા કે તોડવા માટે પૂરતા શક્તિશાળી સક્ષમતા છે પરંતુ ણ જો આવા શક્તિશાળી સાધનોને ચલાવવાની ક્ષમતા આંતરિક સમાવેશની ભાવના, સંતુલન અને પરિપક્વતાની ઊંડી સમજ સાથે ન આવે, તો આપણે વૈશ્વિક આપત્તિની અણી પર હોઈ શકીએ છીએ. બહારની સુખાકારી માટેનો આપણો અવિરત પ્રયાસ પહેલાથી જ ધરતીને વિનાશની અણી પર લાવ્યો છે.




પહેલા ક્યારેય લોકોની કોઈ પેઢીએ તે સુખ-સુવિધાઓ અને સગવડો નથી જાણી જે આજે આપણી પાસે છે. અને તેમ છતાં, આપણે ઈતિહાસની સૌથી આનંદિત કે પ્રેમાળ પેઢી હોવાનો દાવો ન કરી શકીએ.મોટી સંખ્યામાં લોકો સતત તણાવ અને ચિંતાની સ્થિતિઓમાં રહે છે. અમુક લોકો તેમની નિષ્ફળતાથી દુઃખી છે. પણ વિચિત્ર રીતે, ઘણાં લોકો તેમની સફળતાના પરિણામોથી દુઃખી છે. અમુક લોકો તેમની સીમાઓથી દુઃખી છે. પણ ઘણાં લોકો તેમની આઝાદીથી દુઃખી છે.જે ખૂટે છે એ છે માનવ ચેતના. બાકી બધુ તેના સ્થાને છે, પણ મનુષ્ય તેના સ્થાને નથી. જો મનુષ્યોતેમની પોતાની ખુશીના માર્ગમાં ના આવે, તો બીજો દરેક ઉકેલ હાથમાં છે.અહીં યોગ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઘણાં લોકો માટે, યોગ શબ્દ તેમને શરીર વાળતીઆકૃતિઓ યાદ અપાવે છે. પણ જ્યારે આપણે યોગના વિજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે આપણોમતલબ તે નથી. યોગ કોઈ પ્રક્રિયા, વ્યાયામ કે ટેકનીક નથી. યોગ શબ્દનો સીધો અર્થ છે જોડાણ. એનોઅર્થ એ છે કે, એક વ્યક્તિના અનુભવમાં, બધું જ એક બની ગયું છે. યોગનું વિજ્ઞાન માનવ આંતરિકતાનુંગહન વિજ્ઞાન છે જે વ્યક્તિને અસ્તિત્વ સાથે સાવ સીધમાં અને પૂરેપૂરા સુમેળમાં આવવા માટે સક્ષમબનાવે છે. માનવ ચેતનાને ઉપર ઉઠાવવાની એક સિસ્ટમ તરીકે, અને માનવતાને કાયમી સુખાકારી અનેસ્વતંત્રતાની સ્થિતિમાં જીવવા માટે સશક્ત બનાવવા માટે, આના કરતા વધુ વિસ્તૃત બીજી કોઈ સિસ્ટમ નથી.યોગ એ ધર્મ પહેલાનો છે. તે આપણને યાદ અપાવે છે કે જો આપણે પોતાની અંદર જોઈએ અનેમાન્યતાઓ અને નિષ્કર્ષોને દૂર રાખીએ, તો સત્ય ચોક્કસપણે પ્રગટ થશે. સત્ય એ મંજિલ નથી. તેઆપણા રાતના અનુભવ જેવું છે. સૂર્ય જતો નથી રહ્યો. તે બસ એ જ છે કે પૃથ્વી બીજી બાજુ ફરી ગઈ છે. મોટાભાગના સમયે, લોકો બીજી બાજુ જોવામાં બહુ વ્યસ્ત હોય છે! તેમણે તેઓ સ્વયં ખરેખર શું છે તે જાણવા માટે પૂરતું ધ્યાન નથી આપ્યું. યોગ કોઈ નિષ્કર્ષ નથી આપતું, પણ બીજી બાજુ વાળે છે.જો માનવ વસ્તીની અમુક ટકાવારી અંદરની તરફ વળી જાય, તો ચોક્કસથી દુનિયામાં જીવનની ગુણવત્તા બદલાઈ જશે. ખાસ કરીને જો આ પરિવર્તન વિશ્વના થોડા આગેવાનોમાં થાય, તો દુનિયાની કામગીરી નાટકીય ઢબે બદલાઈ જશે. અંદરની તરફ એ કોઈ દિશા નથી. તે એક પરિમાણ છે.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવતાના ગહન બદલાવની શરૂઆતને દર્શાવે છે.ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા, અનેન્યુ યોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ દુનિયાના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે, જે 4અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.