જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, સોપોરેમાં આતંકી હુમલામાં બાળકી સહિત ચાર ઇજાગ્રસ્ત
abpasmita.in | 07 Sep 2019 04:51 PM (IST)
સોપોરેના દંગેરપોરામાં આતંકી હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ લોકો પર ગોળીઓ વરસાવી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીરના કૃષ્ણા સેક્ટરમાં પાકિસ્તાને આ નાપાક હરકત કરી છે. જો કે ભારતીય સેનાઓ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે બીજી તરફ સોપોરેના દંગેરપોરામાં આતંકી હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ આ લોકો પર ગોળીઓ વરસાવી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ હમણાં સ્થિર છે. પોલીસ ઘટનાસ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે. આર્ટિકલ-370 રદ થયા બાદથી કશ્મીરની સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.પાકિસ્તાન સીઝ ફાયરની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યુ છે. જેથી સરહદ પર ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.