Jammu Kashmir Terror Attack: મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.


મંગળવારે ફરી એકવાર આતંકીઓએ બાંદીપોરામાં સુરક્ષાદળને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સ્થાનિક લોકો ઘાયલ થયા છે.પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓએ સવારે લગભગ સવા દસની આસપાસ સુરક્ષા દળ પર ગ્રેનેડ ફેક્યો હતો. જો કે તેનું નિશાન ચૂકી જતાં ગ્રેનેડ રોડના કિનારે પડ્યું હતું અને રોડની કિનારી ફાટી ગઇ હતી. આ ગ્રેનેડ અટેકમાં 5 સ્થાનિક લોકો ઘાયલ થયા છે.



તેમણે કહ્યું કે. ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે બાંદીપુર સંબલ બ્રિજ વિસ્તારમાં આંતકીઓએ સેના કાફલા પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.




શું છે ટારગેટ કિલિંગ?


જમ્મુ કાશ્મીરમાં આતંકનાદના નવા ચેપ્ટરનું નામ છે- ટારગેટ કિલિંગ.અહીં ઘાટીમાં આતંકી હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે. ટારગેટ કિલિંગની ઘટનાને અંજામ આપવા માટે આતંકી નવા-નવા ભયંકર રસ્તા અપવાની રહ્યાં છે. ઘટનાને અંજામ આપવા માટે આતંકી જે તે વિસ્તારની પહેલા સંપૂર્ણ રીતે રેકી કરે છે અને પછી મોકો જોઇને તેને મોતના ઘાટ ઉતારે છે.


ઘાટીમાં વધતી જતાં ટારગેટ કિલિંગની ઘટનાને જોતા પ્રશાસને બધા જ ગૈર સ્થાનિક લોકોને પોલીસ અને સેનાના કેમ્પમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે સાંજે આઇજીપી કમિશનરની તરફથી એક ઇમરજન્સી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બધા જ ગેર સ્થાનિય લોકોને સેના અને પોલીસને કેમ્પમાં શિફ્ટ કરવામાં આવશે. આતંકી દ્વારા સતત ગૈર સ્થાનિય લોકોને નિશાન બનાવ્યાં બાદ આખરે આ નિર્ણય લેવાયો છે.


ટારગેટ કિલિંગ હેઠળ પહેલા કેટલાક દિવસો સુધી ગૈર કાશ્મીરી લોકોની રેકી કરાઇ છે ત્યારબાદ મોકો જોઇને તેની હત્યા કરી દેવાઇ છે. જમ્મુ કાશ્મીમાં એક મહિનામાં 12 લોકોની હત્યાં કરી દેવાઇ છે. કાશ્મીરમાં શનિવારે બે નિર્દોષ નાગરિકોની હત્યા બાદ રવિવારે ફરી બે નિર્દોષ કાશ્મીરી નાગરિકોને આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. જેને ગોળી મારવામાં આવી તે બધા જ શ્રમિકો હતા. આંતકિયોએ ઘરમાં ઘુસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.