જમ્મુ:રાત્રે ગામમાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન અને સંકીર્તનની સાથે કલાકારો દેવી-દેવતાઓના રૂપમાં પરફોર્મન્સ આપતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ દરમિયાન સ્ટેજ પર શિવ પાર્વતીની લીલાનું મંચન કરવામાં આવ્યું હતું.


જમ્મુના ગામડ કોઠે સૈનિયામાં રાત્રિના જાગરણ દરમિયાન પાર્વતી બનીને નૃત્ય કરી રહેલા યુવા કલાકારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ડાન્સ કરતી વખતે તે અચાનક જમીન પર પડી ગયો અને  મૃત્યુ પામ્યો. કાર્યક્રમમાં બેઠેલા લોકો તેને તેની ભૂમિકાનો ભાગ માનીને તાળીઓ પાડતા રહ્યા. થોડીવાર પછી, સાથી કલાકારો અને આયોજકોએ તેની સંભાળ લીધી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે.


રાત્રે ગામમાં જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન અને સંકીર્તનની સાથે કલાકારો દેવી-દેવતાઓના રૂપમાં પરફોર્મન્સ આપતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ દરમિયાન સ્ટેજ પર શિવ પાર્વતીની લીલાનું મંચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જમ્મુના સતવારીનો રહેવાસી 20 વર્ષીય કલાકાર યોગેશ ગુપ્તા દેવી પાર્વતીના વેશમાં નૃત્ય કરી રહ્યો હતો અને શિવ સ્તુતિ ગાવામાં આવી રહ્યી હતી.


ડાન્સ કરતી વખતે તેને છાતીમાં દુખાવો થયો અને તે ત્યાં જ બેભાન થઈ ગયો. વાયરલ વીડિયો અનુસાર, આ દરમિયાન તે ઉઠવાનો પ્રયાસ પણ કરતો જોવા મળે છે પરંતુ તે ઉઠી શકતો નથી. તેને પ્રસ્તુતિનો એક ભાગ ગણીને ઉપસ્થિત પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ પાડતા રહી હગયા અને સ્ટેજ પર જ યુવકનું મોત થઇ ગયું.






આ દરમિયાન જ્યારે શિવનું પાત્ર ભજવી રહેલા કલાકારે જોયું તો તેણે તરત જ સ્ટેજ પર પડી ગયેલા યોગેશને સંભાળવાનો પ્રયાસ કર્યો અને તેને ઊંચકવાનો પ્રયાસ કર્યો. તેની હાલત જોઈને ડીજે બંધ થઈ ગયો હતો અને જ્યાં સુધી આયોજકોએ તેની સંભાળ લીધી ત્યાં સુધીમાં તે મરી ચૂક્યો હતો.


ગ્રામજનોના કહેવા પ્રમાણે, આ બધું અચાનક થયું કે, શું થયું તે કોઈ સમજી જ ન  શક્યું. લોકો તો સમજતા રહયા કે યુવા કલાકાર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને લોકો તેના અભિનયમાં મગ્ન છે અને મસ્તીમાં ઝૂમી રહ્યો છે. પડી જવુ તે પણ એક આ મંચનો ભાગ હશે પરંતુ તે તેમના તો  હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા.