ગાંધીનગરઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ શિવજીનું અપમાન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની ડંફાસથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનો વાણીવિલાસ કર્યો હતો. રૂગનાથચરણ દાસજી સ્વામી ડંફાસ મારતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ પેદા થયો છે. સાધુ સમાજે આ નિવેદનની ભારે ટીકા કરી હતી. આ વીડિયોમાં કોઇ સ્વામી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ ઈશ્વરના નામે ટીકા કરી રહ્યા છે.
આ અગાઉ સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા . નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા.
આનંદ સાગર સ્વામીનાં અમેરિકા સ્થિત સત્સંગ સભાનાં વિડીયો મુજબ નીશીત એ શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ શંકર ભગવાન કહી નીશીતને શંકર ભગવાન પગે લાગી જતા રહ્યાં. આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયો મુજબ શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે તે અર્થ નીકળતા સમગ્ર ગૂજરાતમાં સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.