જામનગરઃ જામનગરમાં ઘરેથી ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થીનીના વાહનને આંતરી યુવકે તેના પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ટ્યુશન ક્લાસ જતી યુવતીને રસ્તામાં રોકીને અજય સરવૈયા નામના યુવકે યુવતીને પૂછ્યું હતું કે તારે મારી સાથે પ્રેમસબંધ રાખવો છે કે કેમ..?  જેનો યુવતીએ ના જવાબ આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા અજય સરવૈયાએ છરી વડે યુવતી પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે યુવતીને કપાળમાં ચાર ટાંકા આવ્યા હતા. યુવતીએ અજય સરવૈયા વિરુદ્ધ સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

Continues below advertisement

CRIME NEWS: જામનગરમાં પુત્રએ પત્ની સાથે મળી કરી પિતાની હત્યા, ચોંકાવનારુ છે કારણ

CRIME NEWS: જામનગરના સરદારનગરમાં આધેડની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આધેડના પુત્ર અને પત્નીએ જ હત્યા કરી છે. શંકરદાસ બંગાળીને તેના જ પુત્ર અને પુત્રવધુએ હત્યા નીપજાવ્યાનું પોલીસ મથકે જાહેર થયું છે. હત્યા નીપજાવનાર પુત્ર ચોરી કરવાની ટેવવાળો હોય પિતાએ ઠપકો આપતા હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારા પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે. શંકરદાસ બંગાળીની હત્યા નીપજાવનાર પુત્ર સુનીલ અને સુનીલની પત્ની સુનૈના સામે સી ડીવીઝનમાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.

રાજકોટમાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર આચર્યું દુષ્કર્મ

રાજકોટના પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘર કામ કરવા જતી તરુણીને લલચાવી ચોકીદારે એપાર્ટમેન્ટનાં રૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તરુણી તાબે નહી થાય તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

Continues below advertisement

કોડીનારમાં છરીની અણીએ મહિલા પર બળાત્કાર

કોડીનારના સેઢાયા ગામની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. યુવતીને છરી બતાવી વિઠળપુર ગામે નદી કાંઠા વિસ્તારમાં લઇ જઇ બળાત્કાર ગુજાવામાં આવ્યો હતો. જે બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે.

મુંદ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાનું અપહરણ

 મુંદ્રાના ગુંદાલા ગામે ભેદી સંજોગોમાં મૃત મળેલી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ બાવળના ઝાડમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંતરગત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થતાં પંથકમાં આક્રોશ અને અરેરાટી મચી ગઈ છે. બુધવારે સવારે રતાડિયાની વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામાપીર મંદિરે દર્શન કરવા આવી હતી. મંદિરે દર્શન કરીને બપોરે સાડા બારના અરસામાં વૃધ્ધ મહિલા પરત રતાડિયા જવા નીકળી ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈકચાલકે વૃધ્ધાને લિફ્ટ આપી અપહરણ કર્યું હતું.