જામનગર: મોટી બાણુંગાર ગામે સાવન પારિયા નામના 22 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બે દિવસ પહેલા થયેલા અકસ્માત મામલે પ્રભુ જુઠાભાઇ ભેંસદડીયા નામના વ્યક્તિએ જાહેરમાં યુવકે થપ્પડો મારી હતી. જે વાતનું લાગી આવતા યુવકે આત્મહત્યા કરી લીધી છે. જે ઘટના બાદ પ્રભુ ભેસદડિયા સામે આપઘાત અગે દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકે પોતાની માતાને સંબોધીને લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે.


પાટીદાર અને કોળી સમાજ બાદ હવે ચૂંટણી પહેલા આ સમાજ થયો સક્રિય, રાજકોટમાં કર્યું મોટું આયોજન


રાજકોટ: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં અલગ અલગ સામાજિક સંગઠનો સક્રિય થવા લાગ્યા છે. પાટીદાર અને કોળી સમાજ બાદ હવે લોહાણા સમાજ પણ સક્રિય થયો છે. રાજકોટની હાઇપ્રોફાઈલ પશ્ચિમ બેઠકમાં રઘુવંશી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજકોટમાં આજે રઘુવંશી સમાજની ક્રાંતિયાત્રા યોજાશે. સમાજની એકતા અર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સથી આ યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ થશે. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવશે. સમાજની બહુમતીને લઇને એકતા અર્થે આ યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રામાં સમાજના રાજકીય સહીત સામાજિક અગ્રણીઓ જોડાશે. લોહાણા સમાજના રાજકીય સામાજિક, ઔધોગિક અને વેપારી સનગઠનોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.


દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી, જાણો મુલાકાત બાદ શું કહ્યું
Rajkot : ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી, દિલ્લીની  તિહાડ જેલના પૂર્વ વડા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ  કિરણ બેદી(Kiran Bedi)એ રાજકોટ જિલ્લા જેલ (Rajkot District Jail)ની મુલાકાત લીધી હતી. આ સાથે જ રાજકોટમાં તેમણે શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમના નેશનલ યુથ કન્વેનશનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. 


જેલના રેડિયો સ્ટેશનમાંથી કેદીઓને સંબોધન કર્યું 
કિરણ બેદીએ જેલની વિઝિટ કરી હતી જેમાં જિલ્લા જેલમાં આવેલ લાઈબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી હતી સાથે જ જિલ્લા જેલમાં કેદીઓ માટે બનાવેલ રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું હતું. ઈડિયા વિઝન ફાઉન્ડેશન અંતર્ગત  તેમણે જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યાં  પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ તથા રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.