Gujarat Local Body Election 2026 Results:  ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના જાહેર થઈ રહેલા પરિણામોમાં જામનગર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) એ દબદબો બતાવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતની બે બેઠકો પર 'આપ' ના ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં ખાસ કરીને મોટીગોપ બેઠક પર AAP ના ધારાસભ્ય હેમંત ખવાના માતા સાજીબેન ખવાએ જીત મેળવી છે, જ્યારે ભણગોર બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

 

Continues below advertisement
Continues below advertisement

ગીર સોમનાથથી AAP માટે સારા સમાચાર

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.

આ પણ વાંચો... Gujarat Local Elections Results: રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત

અમરેલી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો

અમરેલી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી (આપ)એ કબજો કરી લીધો છે. બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 10 બેઠક પર આપનો વિજય થયો છે. બગસરા તા.પં.ની 16 પૈકી 4 બેઠક પર ભાજપની જીત છે. ભાજપના ધારાસભ્ય જે.વી.કાકડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. બગસરા તા.પં.ની 2 બેઠકની ગણતરી ચાલુ છે.

જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું

રાજકોટ મહાનગરપાલિકામાં મતગણતરી શરુ થઈ છે. અહીં  વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 16માં ભાજપને ડીમોલેશન નડ્યું છે. અહીં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે.  રાજકોટમાં ઘણા વોર્ડમાં ભાજપ-કૉંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. 

રાજકોટ વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત 

  • અર્જુન ચૌહાણ
  • ઇબ્રાહિમ સોરા
  • દિપ્તીબેન સોલંકી
  • રસીલાબેન ગરૈયા

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1,4,10,13માં ભાજપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 16માં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. રાજકોટ વોર્ડ નંબર 4માં ગણતરી શરુ છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યું છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં કૉંગ્રેસની પેનલનો વિજય થયો છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 1, 3 અને 5માં ભાજપ આગળ છે. લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે. 

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. કુલ 10,005 બેઠકોમાંથી 732 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.