જામનગર: જામનગરના ઠેબા ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય છ વ્યકિતઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનું પડીકુ વળી ગયું હતું.

શહેરની ઠેબાચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 અન્ય વ્યક્તિઓ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનાની જાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષા પડીકુ ગઇ હતી.

આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઈકો કારનો આગળનો ભાગનો બૂડકો વળી ગયો હતો. આ અકસ્માત બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.