ACCIDENT: કાલાવડ - જામનગર હાઇવે પર કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે. કાલાવડ તરફથી પૂરપાટ ઝડપે જતી કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીર સોમનાથમાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
સીમાસી ગામે પૂર્વ કોન્સ્ટેબલની બાઇકને ટ્રક ચાલક કચડી હત્યા કરાયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગત 18 ડિસેમ્બરે ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે બ્રિડજ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો હતો જેમાં એક પૂર્વ પોલીસકર્મીનું મોત થયું હતું. જો કે આ અકસ્માત ન હોવાનું અને સાજીસ રચી હત્યા કરાય હોવાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં મૃતકના પરિવારજનોએ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
આ ફરિયાદ બાદ ગીર ગઢડાના સીમાસી ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સોમાસી ગામે જે અકસ્માતની આડમા હત્યા કરાય હોવાની ફરિયાદ નોંધાય છે તેમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને બાઇકને કચડી અને રફીક હુસેન વાંકોટની હત્યા કરી. રફીક હુસેઇન વાંકોટ 2011મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવામાં લાગ્યા હતા. બાદમાં તેમને બે જ મહિનામાં રિઝાઇન આપ્યું અને ત્યાર બાદ તે આઇપીએસની તૈયારી કરતા હોવાનું મનાય રહ્યું છે.
અકસ્માતની આડમાં કેમ હત્યા કરવામાં આવી, આ સવાલના જવાબમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અહીં 8 મહિના પહેલા મૃતકને આરોપીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 2 ના મોત થયા હતા. જે મનદુઃખના કારણ રફીક વાંકોટની અકસ્માતમાં હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર
કપડવંજમાં એક પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતા અરેરાટી મચી ગઈ છે. લાડવેલ પાસે પસાર થતી નર્મદા નહેરમાં આ પરિવારે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી છે. પતિ પત્ની અને બે બાળકોએ એક સાથે નહેરમાં કેમ ઝંપલાવ્યું તેની માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ પુરુષને દોરડા નાખી બચાવી લીધો હતો. જો કે, હાલ આ પુરુષ ક્યાં છે તેની માહિતી મળેલ નથી. તો બીજી તરફ મહિલા તેમજ બે બાળકો નહેરમાં ગરકાવ થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.