જામનગર: દિલ્હીથી મસ્કત જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 973નું જામનગર ઇન્ડિયન એરફોર્સના એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરી કરી રહેલાં 33 વર્ષના પેસેન્જરને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ઈન્ડિયન એરફોર્સની ટીમે તાત્કાલિક મદદ કરી અને એરફોર્સના ડોક્ટરોની ટીમ સાથે પેસેન્જરને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગોરખનાથ નાયક નામના 29 વર્ષીય યુવકને એરપોર્ટ બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરાયો હતો ત્યાર બાદ તેના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી.
દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગરમાં કેમ કરાયું ઈમરજન્સી લેન્ડીંગ, જાણો કારણ
abpasmita.in
Updated at:
20 May 2019 11:11 AM (IST)
મુસાફરી કરી રહેલાં 33 વર્ષના પેસેન્જરને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -