જામનગર: જામનગર જિલ્લાનું બારાડી ગામ સંપર્ક વિહોણું થયું છે. છેલ્લા 10 કલાકથી ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે. બારાડી ગામથી બેરાજા ગામ તરફ જતો પુલ ધરાશાયી થતા ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

બારાડી ગામમાં અંદાજે 350 લોકો પાણીના કારણે ફસાયા હોવાની આશંકા છે. એબીપી અસ્મિતાની ટીમ બારાડી ગામ પહોંચી છે. ગત વર્ષે રીપેર કરવામાં આવેલો પૂલ ધરાશાયી થતા ગામ સંપર્ક વિહોણુ થયું છે.