Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ નુકશાનીના પણ સમાચાર છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજી પટેલ,સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી,કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.


રાજ્યમાં જળબંબાકારની સ્થિતિને લઈને સમીક્ષા કરવા ફ્લડ કન્ટ્રોલ સેલ ખાતે પહોંચ્યા બાવળીયા


ગુજરાતમાં વધુ વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ હાલમાં જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે આજે જળસંપતિ -પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ફ્લડ કન્ટ્રોલ સેલ,ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. 



વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સતત કાર્યરત









જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે.એ.પટેલે રાજ્યમાં વધુ વરસાદના કારણે પૂર તેમજ વિવિધ જળાશોયોમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગની તૈયારીઓ વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા.આ સમીક્ષા બેઠકમાં  જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી.રાબડીયા,મુખ્ય ઇજનેર-અધિક સચિ કાનાણી સહિત ઉચ્ચ અધિકારીઓ-ઇજનેરો ઉપસ્થિત રહ્યાં હતાં.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial