Jamnagar: લોકસભાની ચૂંટણી પહેલા જ જામનગરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સાફ થઇ ગયું હતું. પાર્ટીના 12 જેટલા હોદ્દેદાઓએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામા સોંપી દીધા હતા. રાજીનામું આપનારા નેતાઓમાં જામનગર શહેરના આપના અધ્યક્ષ કરશન કરમુરનો પણ સમાવેશ થાય છે. રાજીનામું આપ્યા બાદ કરશન કરમુરે કહ્યું હતું કે વચનો પૂર્ણ ના થતા રાજીનામું આપ્યું છે. આ તમામ નેતાઓમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમુર ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના 12 જેટલા હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામાં સોંપી દીધા હતા. રાજીનામું આપનાર પ્રમુખનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ કરેલા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી. જેથી રાજીનામાં આપવાની જરૂર પડી છે. રાજીનામા આપનાર કરશન કરમુર અગાઉ વર્ષોથી ભાજપમાં રહ્યા છે અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેયરમેન અને ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. તો મહામંત્રી આશિષ કંટારીયા પણ ભાજપના મીડિયા સેલના કન્વીનર રહી ચૂક્યા છે. ત્યારે તમામ આજે ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કરશન કરમુર જામનગર 78 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં.