Jamnagar: જામનગરના ધ્રોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાની આશંકા  બાદ હત્યા બાદ દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પત્નીના દફનાવેલ મૃતદેહને પોલીસે બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે મહિલાના પરિવારના સભ્યની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધવામાં આવશે.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, હેકર્સે કરી આ માંગ


દાહોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજેસિંગભાઈ પણદાનું  સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક થયું છે. પૂર્વ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ અજાણ્યા ઈસમે હેક કર્યુ છે. જે બાદ ધારાસભ્યના ફોટા પોતાની પ્રોફાઇલ પર મૂકી 50 હજાર સુધીની માંગણી કરી છે. પૂર્વ ધારાસભ્યનું એકાઉન્ટ હેક થતાં ચકચાર મચી ગઈ છે. ધારાસભ્ય લોકોને કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા કરી અપીલ કરી છે. વજેસિંગભાઈ પારસિંગભાઈ પણદા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. તેઓ 2017માં ગુજરાતના દાહોદ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેઓ અનુક્રમે વર્ષ 2007 અને 2012માં પણ આ જ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમનો જન્મ 5મી જૂન 1964ના રોજ ગુજરાતના વણભોરીમાં પારસિંગભાઈ પણદાને ત્યાં થયો હતો. વજેસિંગભાઈના લગ્ન લલિતાબેન પણદા સાથે થયા હતા.


PM મોદીએ કચ્છને કર્યું યાદ, કહ્યું, આજે ઉત્તમ પ્રવાસન સ્થળ


પીએમ મોદીએ કચ્છને યાદ કર્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ કરેલા ટ્વિટ પર પીએમ મોદીએ કચ્છની પ્રશંસા કરી છે. વિનોદ ચાવડાએ ટ્વિટર પર એક એડ પોસ્ટ કરીને લખ્યું, જ્યારે પણ આ જાહેરાત ટેલિવિઝન પર ચાલે છે, ત્યારે તે ગુજરાતી ભોજનનો સ્વાદ આપે છે અને આપણું મન તરત જ કચ્છના સફેદ રણ તરફ ખેંચાય છે. પરંતુ શું આ અસર ઊભી કરવી આટલી સરળ હતી?  આ ટ્વિટને રિટ્વિટ કરી પીએમ મોદીએ લખ્યું,  2001માં જ્યારે જીવલેણ ભૂકંપ આવ્યો, ત્યારે લોકોએ કચ્છના મૃત્યુપત્રો લખ્યા પરંતુ આ જિલ્લાના લોકો વિશે કંઈક નોંધપાત્ર છે. તેઓ ફરી ઉભા થયા અને જિલ્લાને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. આજે કચ્છ પ્રવાસન માટે એક ઉત્તમ સ્થળ છે.


આ પણ વાંચોઃ


India Corona Cases: દેશમાં કોરોનાનો ફાટ્યો રાફડો, 24 કલાકમાં નોંધાયા 4400થી વધુ કેસ