Paper Leak Update: વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા એક કેસ સંદર્ભે જામનગર એડીશનલ ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં હાજરી આપી હતી. 2017માં ધુતારપુર ગામે થયેલા કેસ મુદ્દે હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે કહ્યું, કોર્ટની પ્રક્રિયામાં સહયોગ આપવા આવ્યો છું. વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના રોકાવી જોઈએ, જે તે પરીક્ષાઓ પેપર લીક થાય તે અંગે સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપર લીકની ઘટના કોઈપણ સંજોગોમાં રોકવી જોઈએ. પેપર લીક રોકવા માટે કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ.
આપના અલ્પેશ કથીરિયાએ શું કહ્યું
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ર્મક મૂડમાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. આવેદન પત્ર આપ્ય બાદ, અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કમિટીની રચના કરવા માંગ છે. આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. ગ્રીષ્માં કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે ફાંસી આપવામાં આવે, અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટશે તેવો વિશ્વાસ છે. 5 રિટાયર્ડ જજ ની કમિટી બને તેવી માંગ છે. એટીએસ અને ક્રાઇમબ્રાંચની મિલી ભગત છે.
કોંગ્રેસે પણ કરી પ્રેસ કોન્ફરન્સ
પેપર ફૂટવા અંગે આજે કોંગ્રેસ પ્રેસ ફોન્ફરન્સ કરી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મેવાણીએ કહ્યું, ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22 મો પાડો જણ્યો છે. આ ભાજપ સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે કે એમના કાર્યકાળમાં કેટલા પેપર ફુટ્યા, તેમાં કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ જેલમાં ગયા, કેટલા મુખ્ય સુત્રોધાર પકડાયા. નાની માછલીઓની ધરપકડ થઈ રહી છે, મોટા માથાઓ છુટી જાય છે. પેપર ફોડવાના કસુરવારો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. તેમણે તમામને જેલના સળીયા પાછળ મોકલવામાં આવે તેવી માંગણી કરી હતી. પહેલા જે લોકો પેપર ફોડતા હતા એ જ લોકો ફરી પકડાયા એટલે એ સાબિત થાય છે કે ઔપચારિકતા પૂરતી જ તપાસ થઈ રહી છે.. વારંવાર થતા પેપરલીક કાંડ મામલે SIT ની રચના કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માગ છે.
નવસારી ABVP દ્વારા કલેકટરને અપાયું આવેદન પત્ર
જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવા બાબતે નવસારીમાં એબીવીપીએ કલેકટરને આવેદન પત્ર આપી પરીક્ષાની નવી તારીખ સાથે વિવિધ માંગોને લઈને રજૂઆત કરી હતી.
આરોપીઓના નામ
- જીત નાયક
- પ્રભાતકુમાર ,બિહાર
- અનિકેત ભટ્ટ,વડોદરા
- ભાસ્કર ચૌધરી,વડોદરા
- કેતન બારોટ,અમદાવાદ
- રાજ બારોટ, વડોદરા
- પ્રણય શર્મા,અમદાવાદ
- હાર્દિક શર્મા,સાબરકાંઠા
- નરેશ મોહંતી,સુરત
- પ્રદીપ કુમાર નાયક,ઓડીસા
- મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલ,
- કમલેશ કુમાર ચૌધરી,બિહાર
- મોહમદ ફિરોજ, બિહાર
- સવેશકુમાર સિંગ,બિહાર
- મિન્ટુ રાય, બિહાર
- મુકેશકુમાર,બિહાર
ગુજરાતમાં કયા વર્ષમાં કયુ પેપર ફુટયું
- 2014 જીપીએસસી ચીફ ઓફિસર
- 2016 તલાટી પરીક્ષાનું પેપર
- 2018 ટાટ પરીક્ષાનું પેપર
- 2018 મુખ્ય સેવિકાની પરીક્ષા
- 2018 નાયબ ચિટનિસ પરીક્ષા
- 2018 એલઆરડી પરીક્ષા
- 2019 બિનસચિવાલય કારકુન
- 2021 હેડ કલાર્કની પરીક્ષા
- 2021 વિદ્યુત સહાયક પરીક્ષા
- 2021 સબ ઓડિટર
- 2022 વનરક્ષક ભરતી પરીક્ષા
- 2023 જુનિયર કલાર્ક પરીક્ષા