જામનગર: જામનગરમાં  સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે કથાનું આયોજન  કરવામાં આવ્યું હતું.  9 લાખ જેટલું ચૂકવણું બાકી રાખીને આયોજકો હરિદ્વારથી બારોબાર ભાગી ગયા છે.  કથાનું રસપાન કરાવનાર સહિત અનેક લોકો ફસાયા છે.  વિડીયો વાયરલ થયો છે.  પૈસા નહીં ચૂકવવાના વાંકે કથાકાર સહિતના કેટલાક જામનગરવાસીઓ હરિદ્વારમાં બંદી જેવી સ્થિતિમાં મુકાયા છે.  


હરિદ્વારમાં અવધૂત મંડળ આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું.  કથા પૂર્ણ થતાં જ વહેલી સવારના કથા આયોજક ટ્રસ્ટીઓ નાણા ચૂકવ્યા વગર  ફરાર થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ છે.  


ભાગવત કથા વાંચનાર આચાર્ય તથા રસોયા સહિતના કેટલાક જામનગરવાસીઓ નાણા વગર ત્યાં ફસાયા છે. આર્થિક મદદની અપીલ કરી રહ્યા છે.  કથાકાર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી વિડીયો વાયરલ કરી આર્થિક મદદની અપીલ કરવામાં આવી છે.  કથા વક્તા આચાર્ય રુપેશભાઇ પુરોહિત વિડીયોમાં અપીલ કરી રહ્યા છે. 


આગામી 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, તાપમાનમાં થશે ઘટાડો


ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે.    આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 


સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.


મોડાસામાં છત પરના પતરા ઉડ્યા


ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગઢડા જાખિયા ભાખા થોરડી સહિત ગીર ના ગામોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનની આડ અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે મગનભાઈ પ્રજાપતિનાં રહેણાંક મકાનની છત પરના પતરા ઉડ્યા હતા. મકાનની છત ઉડી જતા ઘરમાલિકને મોટુ નુકસાન થયું છે.