Nita Ambani Wedding Performance Video: નીતા અંબાણીએ તેમના નાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર પરફોર્મન્સ આપ્યું હતુ. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું. પ્રિ-વેડિંગ ફંક્શન 3 માર્ચ, રવિવારની રાત્રે મહા આરતી સાથે કેટલાક વિશેષ પ્રદર્શન સાથે સમાપ્ત થયું. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી ફંક્શનમાં ધૂમ મચાવી હતી. અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં, નીતા અંબાણીએ તેમના નાના દીકરા અને પુત્રવધૂ માટે ભક્તિમય ગીત વિશ્વંભરી સ્તુતિ પર તેમના શાસ્ત્રીય નૃત્ય દ્વારા દરેકના દિલ જીતી લીધા હતા.
નીતા અંબાણીએ અનંત-રાધિકા માટે કર્યો ડાન્સ
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ રજૂ કરેલું ગીત મા અંબેને સમર્પિત છે. ANI દ્વારા શેર કરવામાં આવેલા આ સુંદર વીડિયોમાં તેણે પરંપરાગત નારંગી સાડી પહેરીને સુંદર ડાન્સ કર્યો હતો. તમને જણાવી દઈએ કે 3 માર્ચના રોજ પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ત્રીજા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ એક પરફોર્મન્સ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ નીતા મુકેશ અંબાણીના વખાણ કરી રહ્યા છે.
નીતા અંબાણી અને વિશ્વંભરી સ્તુતિ
બાળપણથી જ નીતા અંબાણી દરેક નવરાત્રિ દરમિયાન આ ભજન સાંભળતી આવી છે. તેણે અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની આગળની યાત્રા માટે મા અંબેના આશીર્વાદ મેળવવા માટે વિશ્વંભરી સ્તુતિ પર પ્રદર્શન કર્યું. તેણીએ તેનું પ્રદર્શન તેની પૌત્રીઓ આદિયા શક્તિ અને વેદને પણ સમર્પિત કર્યું. જામનગરમાં લગ્ન પૂર્વેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. અંબાણી પરિવાર માટે શહેર સાથેના ગાઢ પારિવારિક સંબંધોને કારણે આ શહેર વિશેષ મહત્વ ધરાવે છે.
અનંત- રાધિકાની પ્રી વેડિંગ રહી ખાસ
રવિવારે વિશ્વંભરી સ્તુતિ પર પ્રદર્શન કરવા ઉપરાંત નીતા અંબાણી શનિવારે મુકેશ અંબાણી સાથે સ્ટેજ પર હલચલ મચાવતા જોવા મળ્યા હતા. દંપતીએ તેમના પુત્રના લગ્ન પહેલાના સંગીતમાં 'પ્યાર હુઆ ઇકરાર હુઆ' પર રોમેન્ટિક પરફોર્મન્સ આપ્યું હતું. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત-રાધિકાના પ્રી-વેડિંગની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.