પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં બનાસ ડેરીમાં વિવિધ લોકાર્પણ કરી જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ  પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.   આ  કાર્યક્રમમાં WHOના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ ખાસ હાજર રહ્યા હતા.  કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે બધા વિશ્વભરમાં સ્વાસ્થ્ય અને વેલનેસ માટે એક ખૂબ જ મોટી ઘટનાના સાક્ષી છીએ. હું ખાસ કરીને WHO ના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસનો આભારી છું. હું દરેક ભારતીય વતી તેમનો આભાર માનું છું.  જામનગરમાં PM મોદીએ  GCTM બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું  હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું  'આ સેન્ટર આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસીન યુગનો કરશે પ્રારંભ'. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશ ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ પર ભાર આપી રહ્યા છે. 




પ્રધાનમંત્રી મોદીએ  પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, WHOએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી પાર્ટનરશીપ કરી છે. આ સેન્ટર આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે. ભારત પ્રતિ લગાવ છે તે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. ડો. ટેડ્રોસને વિશ્વાસ અપાવું છું કે, તમે ભારતને જવાબદારી આપી છે તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું. 


જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ડૉ. ટેડ્રોસ (WHO-DG)નો આભારી છું અને દરેક ભારતીય વતી તેમનો આભાર માનું છું. તેમણે અમને એક રીતે ત્રિવેણી સંગમનો અહેસાસ કરાવ્યો અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં બોલીને અમારા હૃદયને સ્પર્શી ગયા.


નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ડૉ. ટેડ્રોસને લાંબા સમયથી ઓળખું છું અને જ્યારે પણ અમે મળ્યા છીએ ત્યારે તેમણે ભારતીય શિક્ષકો પાસેથી તેમને મળેલા શિક્ષણનો ખુબ જ પ્રતિષ્ઠા સાથે ઉલ્લેખ કર્યો છે, તેમની લાગણીઓ ખુબ ઉલ્લાસ સાથે વ્યક્ત કરી છે કે, આજે ભારત પ્રત્યેનો ટેડ્રોસનો લગાવ એક સંસ્થાના રૂપમાં દેખાય છે.