જામનગરમાં ટેમ્પો ટ્રાવેલરમાં દેહવ્યાપાર ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરી યુવતીઓ અને ગ્રાહકો બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. માહિતીના આધારે પોલીસે દરોડો પાડી અશોકસિંહને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાર ફોન, રોકડ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી અશોકસિંહ અગાઉ પણ પોતાના ઘરે દેહવ્યાપારના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તેની કારમાં પોલીસનું બોર્ડ મારી રોફ જમાવતો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. તેમાં એ.સી. પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્રની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. આ કેસમાં અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા નામનો શખ્સ પોલીસને હાથે ઝડપાયો છે.

તપાસમાં આરોપી મહિલાઓને વધુ પૈસાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે. આરોપીના કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ પણ  મળી આવ્યું હતું. હાલમાં પોલીસે તમામ વાહન જપ્ત કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી અશોકસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે. અશોક સિંહ ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. પોલીસે આરોપી અશોકસિંહની ધરપકડ કરી છે. તેની પાસેથી ચાર મોબાઈલ ફોન, 20 કોન્ડોમ, એક ટેમ્પો, કાર અને રોકડ રકમ સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.