જામનગર નજીક બે શંકાસ્પદ શખ્સની અટકાયત કરાઈ, એયરફોર્સ વિશે પૂછતા હતા
abpasmita.in | 19 Oct 2016 07:01 AM (IST)
જામનગરઃ જામનગરના જામજોધપુર તાલુકાના શેઠ ઓડાણા ગામ પાસે કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા હોવાની માહિતી ગામ લોકોએ પોલીસને આપી છે. આ શંકાસ્પદ લોકો એયરફોર્સ સ્ટેશન વિશે પૂછતા હોવાની ગામ લોકોએ આપેલી માહિતીના આધારે જામનગર પોલીસે મોડી રાતથી ચેકિંગ શરૂ કર્યુ છે. જામનગરમાં તમામ વાહનો ચેક કરવામાં આવ્યાં હતાં અને કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસે શંકાસ્પદનો સ્કેચ તૈયાર કરાવ્યો અને તેના આધારે રાતભર શોધખોળ ચલાવાઈ હતી જેના આધારે મોડી રત્રે બે શંસાક્સપદ શખ્સની અટક કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.