Exam Date Declare:જુનિયર કલાર્કની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 6 એપ્રિલે આ પરીક્ષા યોજાશે.


9મી એપ્રિલે જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે. ગાંધીનગર જિલ્લામાં કુલ 121 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે, જે અતર્ગત માણસા તાલુકામાં 15 અને કલોલ તાલુકામાં 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે.દહેગામ તાલુકામાં 10 અને ગાંધીનગર તાલુકામાં 82 કેન્દ્રો પર પરીક્ષા  યોજાશે. ઉલ્લેખનિય છે કે, 1247 બ્લોકમાં 37400 ઉમેદવારો પરીક્ષા આપશે.   

સીસીટીવી દ્વારા ઓબઝરવેશન માટે કુલ 140 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરશે તો તેની સામે ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ કાર્યવાહી થશે. ગુજરાત પરીક્ષા અધિનિયમ 2023 મુજબ 7થી10 વર્ષની જેલ તથા રૂ. 1 કરોડનો દંડ કરવામાં આવશે.પરીક્ષાર્થી ગેરરીતિ આચર્શે તો રૂપિયા 3 લાખનો દંડ અને 1 વર્ષની જેલ અને 2 પરીક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


મોંઘવારીનો ડબલ ડોઝ, દૂધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો, જાણો ડબ્બે કેટલો ભાવ વધ્યો


Edible Oil Price Hike: ગુજરાતમાં તાજેતરમાં અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે તેલનો ડબ્બો 3000ની નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,945 રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1,890એ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ પામોલિન તેલના ભાવમાં પણ સપ્તાહમાં 120 રૂપિયાનો વધારો થયો છે. પામોલિન તેલના ભાવ હજુ પણ વધશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


મંગળવારે તેલ અને તેલીબિયાંના ભાવ નીચે મુજબ રહ્યા હતા.



  • સરસવના તેલીબિયાં – રૂ. 5,540-5,635 (42 ટકા સ્થિતિ દર) પ્રતિ ક્વિન્ટલ.

  • મગફળી - રૂ 6,840-6,900 પ્રતિ ક્વિન્ટલ.








  • મગફળી રિફાઇન્ડ તેલ રૂ. 2,550-2,815 પ્રતિ ટીન.

  • સરસવનું તેલ દાદરી - રૂ. 10,940 પ્રતિ ક્વિન્ટલ.

  • મસ્ટર્ડ પાકી ઘાણી - રૂ. 1,710-1,780 પ્રતિ ટીન.

  • સરસોન કાચી ઘાણી - રૂ. 1,710-1,830 પ્રતિ ટીન.

  • તલની તેલ મિલની ડિલિવરી – રૂ. 18,900-21,000 પ્રતિ ક્વિન્ટલ.

  • સોયાબીન તેલ મિલ ડિલિવરી દિલ્હી - રૂ. 11,550 પ્રતિ ક્વિન્ટલ.

  • સોયાબીન મિલ ડિલિવરી ઈન્દોર – રૂ. 11,350 પ્રતિ ક્વિન્ટલ.

  • સોયાબીન તેલ દેજેમ, કંડલા - રૂ. 9,800 પ્રતિ ક્વિન્ટલ.

  • સીપીઓ એક્સ-કંડલા - રૂ. 9,200 પ્રતિ ક્વિન્ટલ.

  • કપાસિયા મિલ ડિલિવરી (હરિયાણા) – રૂ 10,100 પ્રતિ ક્વિન્ટલ.

  • પામોલીન આરબીડી, દિલ્હી - રૂ. 10,600 પ્રતિ ક્વિન્ટલ.

  • પામોલિન એક્સ- કંડલા - રૂ. 9,750 (જીએસટી વિના) પ્રતિ ક્વિન્ટલ.

  • સોયાબીન અનાજ – રૂ 5,4575-5,525 પ્રતિ ક્વિન્ટલ.

  • સોયાબીન લૂઝ - રૂ 5,225-5,325 પ્રતિ ક્વિન્ટલ.

  • મકાઈ ખાલ (સરિસ્કા) ​​– રૂ 4,010 પ્રતિ ક્વિન્ટલ.