કન્નડ સિરિયલની જાણીતી અભિનેત્રી ચેતના રાજનું 21 વર્ષની વયે અવસાન થયું છે. ચેતનાએ બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જણાવામાં આવી રહ્યું છે કે 16 મેના રોજ ચેતનાને 'ફેટ ફ્રી' સર્જરી માટે બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી પછી ચેતનાને થોડી તકલીફ થવા લાગી અને થોડા કલાકો પછી તેનું અવસાન થયું.


 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેતનાનું ઓપરેશન 16 મેની સવારે કરવામાં આવ્યું હતું. અભિનેત્રી તેના મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી હતી. તેણે તેના પરિવારને પણ આ વાતની જાણ કરી ન હતી. સર્જરી બાદ સાંજે અભિનેત્રીને થોડી શારીરિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસના ફેફસામાં પાણી ભરાવા લાગ્યું અને થોડા સમય પછી એક્ટ્રેસનું મોત થઈ ગયું.


પરિવારનો આક્ષેપ..


ચેતનાના મૃત્યુના સમાચારથી તેનો પરિવાર ઊંડો આઘાતમાં છે. અભિનેત્રીના પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે તબીબોની બેદરકારીના કારણે તેમની પુત્રીએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં અભિનેત્રીના પરિવારે હોસ્પિટલ ઓથોરિટી સામે ફરિયાદ પણ નોંધાવી છે.




તમને જણાવી દઈએ કે ચેતનાનો મૃતદેહ હાલમાં હોસ્પિટલમાં છે જ્યાં તેનું મૃત્યુ થયું હતું. થોડા સમય બાદ અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ચેતના કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. ગીતા અને ડોરેસાની ચેતનાની પ્રખ્યાત સિરિયલોમાંથી એક છે.


કન્નડ અભિનેત્રી યમુના શ્રીનિધિએ ચેતનાના નિધન પર સંવેદના વ્યકત્ કરતા કહ્યું કે, એ કહ્યું, 'આટલી નાની ઉંમરમાં તેના  મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ ખરેખર ખૂબ જ આઘાતજનક સમાચાર છે. પ્લાસ્ટિક સર્જરીનો અર્થ જ ફેક છે.  હું કહેવા માંગુ છું કે તમે જેવા છે તે સ્થિતિમાં જ ખુદનો સંપૂર્ણ સ્વીકાર કરો તો આપ વધુ કોન્ફિડન્ટ રહી શકશો.