અમદાવાદ: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના 4 સાગરીતોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે આટલા વર્ષો બાદ નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ આરોપીઓ આખરે આટલા વર્ષો બાદ અમદાવાદ કેમ આવ્યા? શું કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા? હવે આ બધા સવાલનો જવાબ એટીએસની તપાસ બાદ જ સામે આવશે.
જૂનાગઢ: આ હોસ્પિટલના બાથરૂમમાંથી તબીબનો મૃતદેહ મળી આવતા ખળભળાટજૂનાગઢ: વડાલ હિમાલયા કેન્સર હોસ્પિટલના બાથરૂમમાંથી તબીબનો મૃતદેહ આવતા ખળભળાટ મચી ગયો છે. ડો.ખીલન પટેલ એનેસ્થેટિકની ડીગ્રી ધરાવતા હતા અને હિમાલયા કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. હોસ્પિટલમાંથી તબીબનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. તબીબના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેમના મોતનું કારણ કુદરતી છે કે આત્મહત્યા.
ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોતબનાસકાંઠા: ડીસા-થરાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગથળા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા અફરા તફરી મચી ગઈ હતી. ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઉપરાંત ટ્રેક્ટરમાં સવાર અન્ય લોકોને ઈજા પહોંચી છે. ડીસા તરફથી આવતી લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આગથળા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર
હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.