Accident: કાનપુર-હમીરપુર રોડ પર ધરમપુર બાંબા પાસે શુક્રવારે વહેલી સવારે એક ટ્રક અને કન્ટેનર  સામસામે અથડાયા હતા. જેમાં કન્ટેનરમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. અથડામણ બાદ સ્પીડમાં આવતી ટ્રક બેકાબુ થઈને હાઈવેની બાજુમાં આવેલા એક મકાનના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર, પટારા હિરણી ગામમાં રહેતો નરેન્દ્ર તેના ભાઈઓ સુનીલ અને સતીશ સાથે શટરિંગનું કામ કરતો હતો. બંને લોડર લઈને ક્યાંક જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઈઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘાટમપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામબાબુએ જણાવ્યું કે ટ્રકને કબજે લીધા બાદ ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે.


અકસ્માતમાં ત્રીજા વ્યક્તિની ઓળખ મનોજ કુમાર તરીકે થઈ છે, જે મેહરવાન સિંહ પુરવાના રહેવાસી છે. ઘટનાસ્થળેથી થોડે દૂર મનોજની સફેદ કલરની સ્કોર્પિયો રોડની કિનારે ઉભી જોવા મળી હતી. સંબંધીઓએ જણાવ્યું કે તે બિધાનુ ખાતે લગ્ન પ્રસંગ માટે રાત્રે સ્કોર્પિયો કારમાંથી નીકળ્યો હતો. પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.


Accident: રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર અકસ્માત, ટેમ્પોની બાઇક સાથે ટક્કરમાં 2 યુવકનાં મોત


જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. અહીં સ્પીડમાં આવતા ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકનાં મોત થયા છે.


જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.અહીં  ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા, અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકના નામ શૈલેસ નિતેશ ભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશ ભાઈ ગોહેલ છે. બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા છે. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.


Gujarat Assembly Election 2022: ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે.રજીસ્ટ્રાર સામે ધરપકડનું વોરંટ


રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે. રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્ધારા આકરું પગલુ ભરવામાં આવ્યુ છે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠક પર પ્રી સાઈડિંગ ઓફિસરનો ઓર્ડર હતો પરંતુ કોઈ કારણ વગર ફરજ પર ન આવતા ચૂંટણી આયોગે આકરું પગલું ભર્યું છે.


156 બેઠક સાથે પ્રચંડ અને રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથવિધી કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12 ડિસેમ્બરે યોજનારા શપથવિધી કાર્યક્રમ અગાઉ હવે નવી સરકારના મંત્રીમંડળમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.


એક તર્ક અનુસાર હર્ષ સંઘવીનું મંત્રી બનવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તો શંકર ચૌધરીનું મંત્રીપદ પણ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા, જીતુ વાઘાણીને મંત્રી પદ મળી શકે છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ દાદાની નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે. તો વેજલપુરના અમિત ઠાકર અને એલિસબ્રિજના અમિત શાહને પણ નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે.










આ સિવાય અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કુંવરજી બાવળીયા, ડૉ. દર્શિતા શાહ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરાને નવી સરકારમાં મંત્રીપદ મળી શકે છે. દેવાભાઈ માલમ, સંજય કોરડીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, પંકજ દેસાઈ, અર્જૂનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર અથવા સી.કે. રાઉલજીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવો રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યો છે.









મનીષાબેન વકીલ અથવા અક્ષય પટેલ, દર્શના વસાવા અથવા ડી.કે. સ્વામી, મુકેશ પટેલ અથવા ગણપત વસાવા, સંગીતા પાટીલ અથવા વિનુભાઈ મોરડીયા, વિજય પટેલ અથવા જીતુભાઈ ચૌધરી, કનુભાઈ દેસાઈ અથવા નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.