Karnataka CM Oath: Live Update: કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે બીજી વખત સિદ્ધારમૈયાએ લીધા શપથ

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા  શનિવારે એટલે કે આજે  કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે.

gujarati.abplive.com Last Updated: 20 May 2023 01:35 PM
Karnataka Swearing-In Ceremony Live: કર્ણાટકના લોકોએ પ્રેમની દુકાનો ખોલી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જીતનું એક કારણ એ હતું કે કોંગ્રેસ ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોની સાથે ઉભી હતી. સત્ય અમારી સાથે હતું. તમે બધાએ ભાજપની નફરતને હરાવી છે. તમે ભાજપના ભ્રષ્ટાચારને હરાવ્યો છે. ભાજપ પાસે પુષ્કળ સંપત્તિ અને પૈસા હતા અને અમારી પાસે કંઈ નહોતું. એટલા માટે અમે કર્ણાટકના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..

Karnataka Swearing-In Ceremony Live: શપથ લીધા બાદ રાહુલ ગાંધીએ કર્યુ સંબોધન

કર્ણાટકમાં શપથ ગ્રહણ સમારોહ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કરતા કોંગ્રેસે વિજયી બનાવવા માટે કર્ણાટકનો આભાર માન્યો.

Karnataka Swearing-In Ceremony Live: ક્યાં ધારાસભ્યોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સતીષ જરકીહોલી ડો.જી પરમેશ્વર. કે.એચ મુનિયપ્પા કેજે. જોર્જ અને એમબી પાટિલએ કેબિનેટ મંત્રી તરીકેને શપથ ગ્રહણ કર્યાં

શપથ લીધા બાદ સિદ્ધારમૈયા વિરોધ પક્ષોના મુખ્યમંત્રીઓ સાથે હાથ મિલાવ્યાં

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શપથ લીધા બાદ સમારોહમાં હાજરી આપવા આવેલા વિપક્ષના નેતા સાથે પણ સિદ્રારમૈયાએ હાથ મિલાવ્યા હતા. સમારોહમાં  , બિહારના સીએમ નીતિશ કુમાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે હાજરી આપી.

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે શિવકુમારે લીધા શપથ

શિવકુમાર કનકપુર બેઠકના ધારાસભ્યો છે. આજે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યાં . 

કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે સિદ્રારમૈયાએ લીધા શપથ

કર્ણાટકમાં નવી સરકારની રચના માટે આજે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમારે શપથ લીધા. શપથ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રયિંકા  ફારૂક અબ્દુલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા, 

ભવ્ય રીતે સુશોભિત કરવામાં આવ્યું છે કાંતિરવા સ્ટેડિયમ

શપથ ગ્રહણ સમારોહ ટૂંક સમયમાં બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહ્યો છે. સ્ટેડિયમને સુંદર રીતે  ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

રાહુલ અને પ્રિયંકા ગાંધી શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે બેંગાલુરૂ પહોંચ્યા

કર્ણાટકના નવા ચૂંટાયેલા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને આવકારવા બેંગલુરુ એરપોર્ટ પર પહોંચ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બેંગ્લોર એરપોર્ટ પર પહોંચી ગયા છે.

મલ્લિકાર્જુન ખડગે બેંગ્લોર પહોંચ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટક કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બેંગલુરુ પહોંચી ગયા છે.

ઝારખંડના સીએમ પણ બેંગ્લોર કાંતિરવા સ્ટેડિયમ પહોંચ્યા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ કર્ણાટક કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સ્ટેડિયમ પહોંચ્યા

સિદ્ધારમૈયા બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.

75 વર્ષીય સિદ્ધારમૈયા આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ બીજી વખત સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ વર્ષ 2013માં મુખ્યમંત્રી બન્યા હતા.

આ 8 ધારાસભ્યો સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે મંત્રી તરીકે લેશે શપથ

શનિવારે (20 મે)  આજે કર્ણાટકમાં સિદ્ધારમૈયા સીએમ અને ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. સાથે  ઉપરાંત 8 ધારાસભ્યોને પણ કેબિનેટ મંત્રીના શપથ લેવડાવવામાં આવશે.


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓને આમંત્રણ આપ્યું છે. આજે કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત વિપક્ષના તમામ નેતાઓની સામે 8 ધારાસભ્યો પણ શપથ ગ્રહણ કરશે.

Karnataka CM Swearing: કોંગ્રેસે આ નેતાઓને આમંત્રણ આપ્યું ન હતું

કોંગ્રેસે આ નેતાઓને આમંત્રણ આપ્યું ન હતું


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીને આમંત્રણ આપ્યું નથી

Karnataka CM oath: વિપક્ષના આ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું

વિપક્ષના આ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું



  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી

  • તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન

  • બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર

  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન

  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર

  • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ

  • નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા

  • બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ

  • શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે


મમતા નહિ જાય પરંતુ  મોકલશે પ્રતિનિધિ


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી આ સમારોહમાં હાજરી આપશે નહીં. TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનના જણાવ્યા અનુસાર, મમતાએ પાર્ટીના સાંસદ કાકોલી ઘોષને સમારોહમાં હાજરી આપવા માટે મોકલ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Karnataka CM Swearing Live Update:કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા  શનિવારે એટલે કે આજે  કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ સિદ્ધારમૈયા કેબિનેટની રચના અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા શિવકુમાર સાથે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં સિદ્ધારમૈયાએ શિવકુમાર અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. મીટિંગ બાદ શનિવારે વહેલી સવારે બેંગ્લોર જવા રવાના થયા હતા.


સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ નહીં હોય


કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી. મોટી મુશ્કેલી સાથે નાયબ મુખ્યપ્રધાન બનવાની તૈયારી કરી ચૂકેલા ડીકે શિવકુમારને અત્યારે ભલે કોઈ જોખમ ન હોય, પરંતુ દલિત નેતા જી પરમેશ્વર નારાજ હોવાનું કહેવાય છે. પરમેશ્વરાએ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી, જેને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અવગણવામાં આવી હતી અને માત્ર એક જ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


સિદ્ધારમૈયા માટે પહેલો પડકાર તમામ સમુદાયો, પ્રદેશો, જૂથો અને નવી અને જૂની પેઢીના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનો છે. આંકડાઓ અનુસાર, 34 લોકોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, જ્યારે દાવેદારોની સંખ્યા ઘણી વધારે છે. મીડિયા સાથે વાત કરતા પરમેશ્વરે કહ્યું કે, કેટલાક પ્રસંગોએ બલિદાન આપવું પડે છે. સરકાર બની રહી છે તે સારી વાત છે. લિંગાયત નેતા એમબી પાટીલ પણ નાયબ મુખ્યમંત્રી ન બનાવવામાં આવતા નારાજ હોવાનું કહેવાય છે. પાટીલે કહ્યું કે જેણે પણ મતદાન કર્યું છે, તે તમામ વર્ગોને સરકારમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.