Karnataka Government Formation: ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા? સુપરવાઈઝરોની ચર્ચા બાદ લેવાશે નિર્ણય
કર્ણાટક ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આજે સાંજે 6 કલાકે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે
વાસ્તવમાં કોંગ્રેસે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે, મહાસચિવ જિતેન્દ્ર સિંહ અને પૂર્વ મહાસચિવ દીપક બાબરિયાને નિરીક્ષક તરીકે પસંદ કર્યા છે. કોંગ્રેસે રવિવારે (14 મે)ના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. કોંગ્રેસ વિધાયક દળના નેતાની પસંદગી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્ણય પર છોડી દેવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, જ્યારે ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી હતી, ત્યારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ શાંગરી-લા હોટલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ડીકે શિવકુમારના નજીકના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી, અમારી પાસે 75 ધારાસભ્યોનું સમર્થન છે.
આજે સાંજે 6 કલાકે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે
કોંગ્રેસના સાંસદ નાસિર હુસૈને કહ્યું, આજે મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે નહીં. આવતીકાલ સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેંગલુરુથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેઓ અહીં રાહુલ ગાંધીને મળવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હી જતા પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે નિરીક્ષક તરીકે બેંગલુરુ જશે. શિંદેની સાથે બે સહ-નિરીક્ષકો પણ મોકલવામાં આવશે. થોડીવારમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
સુશીલ કુમાર શિંદેની સાથે ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની દેખરેખ હેઠળ ધારાસભ્ય દળની બેઠક યોજાશે.
કર્ણાટકના આગામી સીએમની રેસમાં વધુ બે નામો પણ જોડાયા છે. એચ.કે.પાટીલ, ભગવાનના નામની પણ ચર્ચા છે
Karnataka Government Formation:કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં ભાજપને બમણી બેઠકોના માર્જિનથી હરાવ્યું હતું. 224 સભ્યોની રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસે 135 બેઠકો જીતી છે. શાસક ભાજપને 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે રાજ્યની ત્રીજી મોટી પાર્ટી જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસે ખરાબ પ્રદર્શન કરતાં માત્ર 19 બેઠકો જીતી હતી.
બ્રેકગ્રાઉન્ડ
Karnataka Government Formation:કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં વિજયી જાહેર થયા બાદ કોંગ્રેસે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હાલ તો સીએમ પદને લઈને ચર્ચા ચાલી રહી છે. પાર્ટીએ રવિવારે (14 મે) સાંજે 6 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેમાં ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતા નક્કી કરશે એટલે કે આ બેઠકમાં રાજ્યના આગામી સીએમના નામ પર મહોર મારવામાં આવનાર છે. રાજ્યમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવે તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે (14 મે) બપોરે દિલ્હી પહોંચી રહ્યા છે. અહીં તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળી શકે છે. ખડગે આ બેઠકમાં કર્ણાટકના આગામી સીએમના નામ પર ચર્ચા કરી શકે છે. ખડગે સોનિયા ગાંધી સાથે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. હાલ સોનિયા ગાંધી શિમલામાં છે.
કોંગ્રેસનું શ્રેષ્ઠ પ્રદર્શન
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં ભાજપને બમણી બેઠકોના માર્જિનથી હરાવ્યું હતું. 224 સભ્યોની રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસે 135 બેઠકો જીતી છે. શાસક ભાજપને 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે રાજ્યની ત્રીજી મોટી પાર્ટી જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસે ખરાબ પ્રદર્શન કરતાં માત્ર 19 બેઠકો જીતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -