Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ

Ahmedabad News: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, અહીં સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીના મૃત્યુ થતાં પરિવારજનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Nov 2024 12:55 PM
પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ

પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ  ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા સાથે રુબરૂ થતાં આ મામલે નિતીન પટેલે કહ્યું હતું કે, સરકારી યોજનાનો દુરૂપયોગ થયાની શક્યતા છે.19 દર્દીઓ પૈકી કેટલાકને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે. કેટલીક હોસ્પિટલો ધંધાદારી પ્રવૃતિ કરે છે, એકસાથે દર્દીઓને લવાતા  તે શંકા ઉપજાવે તેવી ઘટના છે. 

ગઈકાલે 24 દર્દીઓને લઈ જવાયા હતા ખ્યાતિ હોસ્પિટલ

કડી તાલુકા બોરીસણામાં  મેડિકલ કેમ્પ હતો. ગઈકાલે 24 દર્દીઓને  ખ્યાતિ હોસ્પિટલ લઇ જવાયા હતા.આરોપ જાણ કર્યા વગર 19 દર્દીઓને સ્ટેન્ટ મુક્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. તેમજ દર્દીઓના મોત બાદ તબીબો ગાયબ થયાની વાત પણ સામે આવી છે. બે દર્દીઓના મોત બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઉત્તર-પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યાં હતા. હોસ્પિટલ સત્તાધીશ અને દર્દીના પરિવારજનો સાથે  વાત કરશે.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

રૂપિયા કમાવવાની લ્હાયમાં ખ્યાતિ હોસ્પિટલ પર  મોતનો ખેલ ખેલ્યાનો આરોપ લાગ્યો છે.  એબીપી અસ્મિતાની ટીમ જ્યારે  હોસ્પિટલ પહોંચી તો જવાબ આપવા ખ્યાતિ હોસ્પિટલનો કોઈ સત્તાધીશ હાજર ન હતો.  સમગ્ર ઘટનાના પગલે પોલીસ તપાસ માટે  ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો  છે. પરિજનોએ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કાપી લીધાનો આરોપ લગાવ્યો છે

PMJAY યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ એન્જીયોગ્રાફી

2023ના કેગના રિપોર્ટમાં પણ સામે ગેરરીતિ આવી છે, 2022 સુધીમાં PMJAY યોજના હેઠળ હોસ્પિટલોને  3507 કરોડ ચુકાવાયા છે. 2022 સુધીમાં 14 લાખ 12 હજાર 311 દર્દીઓને PMJAYથી સારવાર લીધી.જાન્યુ, 2021થી માર્ચ 2021 સુધીમાં ઓડિટર્સે 50 હોસ્પિટલની  મુલાકાત લીધી હતી. કેગના રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં બેડની સંખ્યાની કરતા સારવાર લેનારની સંખ્યા વધુ

abp અસ્મિતાના સંવાદદાતાએ દર્દીના પરિજન સાથે વાત કરતા થયો ખુલાસો


 



ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ કરી પોસ્ટ

હોસ્પિટલની ઘોર બેદરકારી પ્રકાશમાં આવતા તપાસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગનું યુનિટ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયુ છે. સમગ્ર ઘટનાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં કથિત ઘટના ખુબજ ગંભીર છે. PMJAYની ખોટો દુરૂપયોગ કરનાર યુનિટની  તપાસના આદેશ અપાયા છે. આરોપોમાં તથ્ય હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 'સારવારમાં બેદરકારી જણાશે તો હોસ્પિટલ,તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.


 





ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરાઇ

ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પરિવાજનો રોષે ભરાયા છે અને સ્વસ્થ વ્યક્તિના ટ્રીટમેન્ટ બાદ મોતનો આક્ષેપ લગાવી રહ્યો છે. ઘટના બાદ મૃતક દર્દીના ગ્રામજનો મોટી સંખ્યામાં   હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને   સમગ્ર ઘટનાને લઇને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી પર નિશાન સાધ્યું હતું. ડૉ.પ્રશાંત નામના તબીબે સારવાર કર્યાનો આરોપ  છે.

બંને દર્દીના મોત થતાં પરિવાજનોએ કરી તોડફોડ

સમગ્ર ઘટનાની વાત કરીએ તો   કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.


સમગ્ર ઘટનાની વાત કરીએ તો   કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.