Lok Sabha Election Live Updates: અમિત શાહનો કલોલમાં ભવ્ય રોડ શો, તો રાહુલ ગાંધીનો કેરળમાં હૂંકાર

અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે શક્તિ પ્રદર્શન બાદ કાલે ઉમેદવારી ફોર્મ ભરશે. તો સી આર પાટિલ પણ ભવ્ય રોડ શો બાદ આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Apr 2024 03:11 PM
રાહુલ ગાંધી આ વખતે વાયનાડ નહીં જીતે - રક્ષા મંત્રી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી અમેઠીથી ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા. જોકે, તે કેરળના વાયનાડથી જીત્યો હતો. હાલમાં કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ પરથી તેના ઉમેદવારો જાહેર કર્યા નથી. પથાનમથિટ્ટા લોકસભા મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી જીતશે નહીં. રાજનાથ સિંહે કહ્યું, "મેં સાંભળ્યું છે કે વાયનાડના લોકોએ તેમને સાંસદ ન બનાવવાનો નિર્ણય લીધો છે.

Lok Sabha Election Live Updates: માયાવતીએ મતદારોને આ અપીલ કરી હતી

યુપીના પૂર્વ સીએમ માયાવતીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, દેશના ગરીબો, શ્રમજીવીઓ અને વંચિતો માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવા અને બહુજન-મૈત્રીપૂર્ણ સરકારને ચૂંટવા માટે આ એક મજબૂત અપીલ છે.


Lok Sabha Election Live Updates: રાજનાથ સિંહે કહ્યું, 'રાહુલ ગાંધીમાં હિંમત નથી

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેરળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેમનામાં અમેઠીથી ચૂંટણી લડવાની હિંમત નથી. કારણ કે તેઓ ગત વખતે ચૂંટણી હારી ગયા હતા.

Lok sabha Election 2024 Live: મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરનો પ્રચંડ પ્રચાર

મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જીત માટે  પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. રામજી ઠાકોરનો ગામડે ગામડે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યાં છે. રામજી ઠાકોરનું ગામડાઓમાં જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું

Lok sabha Election 2024 Live: જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા આજે ફોર્મ ભર્યુ

જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ આજે વિજય મૂહૂર્તમાં  ફોર્મ ભરશે.ફોર્મ ભરતા પહેલા હીરા જોટવાએ માતાના  આશીર્વાદ લીધા હતા. વેરાવળના શાંતિપરા ગામમાં સુરાપુરા મંદિરમાં પણ શીશ ઝુકાવ્યું હતું

Lok sabha Election 2024 Live: સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આજે ભરશે ફોર્મ

Lok sabha Election 2024  Live: કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ પણ આજે શે ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા રામજી મંદિરે કુંભાણીએ દર્શન કર્યા અને નિલેશ કુંભાણીએ મહંત અખિલેશ બાપુના આશીર્વાદ લીધા હતા.

Lok sabha Election 2024 Live: કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પહોંચ્યા અમદાવાદ

લોકસભાની ચૂંટણીને નજીક આવી રહી છે ત્યારે જીત માટે રણનિતી ઘડવા માટે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ  પહોંચ્યાં છે. તેમણે એરપોર્ટ મીડિયા સાથે રૂબરૂ થતાં કહ્યું કે.  કોંગ્રેસના ઉમેદવારો હાલ  ફોર્મ ભરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.વાસનિકના ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં ભાજપ વિરુદ્ધ માહોલ બન્યો છે. લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની જીત થશે.

Lok sabha Election 2024 Live: પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મ

પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર આજે  ઉમેદવારી ફોર્મ ભરશે, આ પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું છે. કુળદેવીના દર્શન કરી ચંદનજી ઠાકોરે કરી દિવસની શરુઆત કરી હતી. ફોર્મ ભરતા પહેલા ચંદનજી ઠાકોરની જંગી સભાનું આયોજન પણ છે. આ અવસરે શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહેશે.ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતના  દિગ્ગજો  ઉપસ્થિત રહ્યાં

Lok sabha Election 2024 Live:આણંદ બેઠક પર અમિત ચાવડા ભરશે ઉમેદવારી ફોર્મ

આણંદ બેઠક પર અમિત ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે આ પહેલા તેમણે વિજય માટે મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીની આશિષ લીધા હતા. તેઓ શક્તિ પ્રદર્શન કરીને અમેદવારી ફોર્મ ભરશે

Lok sabha Election 2024 Live:અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર આજે ભરશે ફોર્મ

અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે  ફોર્મ ભરશે,વતન ઝરખિયા ગામમાં બળદ ગાડામાં સવાર થઇને ફોર્મ ભરવા માટે જશે. તેઓ ફોર્મ ભરતા પહેલા રામજી અને મહાદેવ મંદિરના  આશીર્વાદ લીધા હતા.

Lok sabha Election 2024 Live સી.આર પાટીલ આજે નવસારી બેઠક પર ફોર્મ ભરશે

સી.આર પાટીલ આજે નવસારી બેઠક પર ફોર્મ ભરશે, ઉમેદવારી કરતા પહેલા  પાટીલ નવસારીમાં શક્તિ પ્રદર્શન કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ  પણ ઉપસ્થિત રહેશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી.આર પાટીલે માતાના આશીર્વાદ લીધા હતા. માતા અને વડીલોના આશીર્વાદ લઈને તેઓ નવસારી જવા માટે રવાના થયા હતા. સી.આર. પાટીલની ઉમેદવારીને લઈને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટીલનો ચાર કિલોમીટરનો લાંબો રોડ શોનો પણ આયોજન છે રોડ શો માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આટલું જ નહિ ગરમીને લઇને  છાશના સ્ટોલ લાગાવામાં આવ્યા  છે.

Lok Sabha 2024 Live Update: અમિત શાહનો સાણંદ સહિત આ વિસ્તારમાં રોડ શો

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. આજે અમિત શાહ લોકસભાની ગાંધીનગરની બેઠકને જીતવા માટે ભવ્ય રોડ સાથે જનસભાને સંબોધશે. ગાંધીનગરને બાદ કરતા તમામ છ વિધાનસભામાં રોડ શો યોજશે. રોડ શોના માધ્યમથી અમિત શાહ  લોકસંપર્ક કરશે. સાણંદથી અમિત શાહ રોડ શોની શરુઆત કરશે. સાણંદ બાદ કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. આ સમયે ભાજપ આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સાંજે વેજલપુરમાં અમિત શાહની જંગી સભાનું આયોજન કરશે. રોડ શોમાં ભાગ લેનારને હાથ અને માથાના ભાગે કમળના સ્ટેમ્પ લગાવાયા છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.



બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                       

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.