= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજનું વિરોઘ પ્રદ્શન યથાવત છે. સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોતમ રૂપાલો વિરોધ કર્યો હતો. સ્નેહમિલનમાં ચોટીલાના ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિવાદની વચ્ચે સુરત સ્નેહ સંમેલનમાં પરષોતમ રૂપાલાનું સન્માન વિવાદની વચ્ચેચ રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું આજે સુરતમાં પાટીદારના સ્નેહ મિલનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ સભામાં પરશોત્તમ રૂપાલા સાથે ડો.ભરત બોઘરા પણ ઉપસ્થિત હતા.પરશોત્તમ રૂપાલાએ સુરતમાં ઉમિયાધામના દર્શન કર્યાં હતા. વિવાદ અને વિરોધની વચ્ચે પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનમાં તેમનું સ્વાગત કર્યું હતું. ગોપીન ગામમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકોએ કર્યુ રૂપાલાનું સન્માન કર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok Sabha Elections 2024: બિહારમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર Lok Sabha Elections 2024: ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલીઓ યોજીને જનતાને સંબોધિત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે વોટ માંગી રહ્યા છે. આ ક્રમમાં આજે રવિવારે (07 એપ્રિલ) પીએમ મોદીએ બિહારના નવાદાથી પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, મોદીએ ગેરંટી આપી હતી કે, દેશને આંખ દેખાડનારાઓને પાઠ ભણાવવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાને મળ્યો મોરબીના ધારાસભ્યનો સાથ વિવાદમાં ઘેરાયેલા રૂપાલાની સમર્થનમાં એક એક બાદ ભાજપના નેતા મેદાને આવી રહ્યાં છે. હવે મોરબીના MLA કાંતિ અમૃતિયા પણ રૂપાલાના સમર્થનમાં સામે આવ્યાં છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને સમર્થન જાહેર કર્યું છે વીડિયોમાં કહ્યું કે. “રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ”
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ભરી શકે છે ઉમેદવારી પત્ર ગાંધીનગર બેઠકથી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકે છે.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે. 17 એપ્રિલ રામનવમીના દિવસે અમિત શાહ રોડ શો પણ કરશે અને આ સાથે તેઓ સભાને પણ સંબોધશે.લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2019માં શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી જીત મળી હતી. 2019માં અમિત શાહને 69.67 ટકા મત મળ્યાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: પ્રશાંત કોરાટના નિવેદનને કૉંગ્રેસે ગણાવ્યું હાસ્યાસ્પદ લોકસભાની ચૂંટણી અને પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદન વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે. હેમાંગ રાવલે જણાવ્યું કે,“ભાજપે પોતાની બુદ્ધીનું પ્રદર્શન કર્યુ છે, ભાજપના નેતાઓ ભુલો પર ભુલો કરી રહ્યા છે.ભાજપના નેતાઓએ માનસિક રીતે દેવાળીયું ફુક્યું છે. ભાજપે ક્ષત્રિય સમાજના આંદોલનનું અપમાન કર્યુ છે”
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાના આક્રોશ મુદ્દે પ્રશાંત કોરાટનું નિવેદન પરશોત્તમ રૂપાલાના આક્રોશ મુદ્દે પ્રશાંત કોરાટે જણાવ્યું કે, “વિવાદ કૉંગ્રેસે ઉભો કર્યો છે. કૉંગ્રેસ ચૂંટણી પહેલા આ રીતે વિવાદો ઉભા કરતી રહે છે. વિરોધ પ્રદર્શન પાછળ કૉંગ્રેસનો હાથ છે. કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલે નાના મુદ્દાને લઈને વિવાદ કરાવે છે”
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ધંધુકામાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું છે. રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે. આજે સાંજે 5.30 વાગ્યે સ્વસ્તિક સોસાયટીમાં સંમેલન યોજાશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: લોકસભાની ચાર બેઠકોના ઉમેદવારને લઈ કૉંગ્રેસમાં સસ્પેન્સ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. છતાં પણ હજુ કોંગ્રેસમાં રાજકોટ,મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી બેઠકને લઈ સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસ રાજકોટમાં સૌથી છેલ્લે ઉમેદવાર જાહેર કરવાની રણનીતિ અપનાવી રહી છે. રાજકોટમાં છેલ્લી ઘડીએ મેદાનમાં પરેશ ધાનાણીને ઉતારે તેવી શક્યતા જોવાઇ રહી છે. મહેસાણામાં લાલજી દેસાઈ તો નવસારીમાં નૌષદ દેસાઈને મેદાને ઉતારે તેવી સંભાવાના છે. અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલને ચૂંટણી લડાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. વિધાનસભાની પેટાચૂંટણીની પાંચ બેઠકોના ઉમેદવાર મુદ્દે પણ સસ્પેન્સ યથાવત છે. વિજાપુર બેઠક પર સી.જે.ની સામે કડવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારી શકે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: રૂપાલા સામેના આક્રોશ અંગે ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય પરષોતમ રૂપાલાએ કરેલા નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. રૂપાલા સામેના આક્રોશ અંગે ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ક્ષત્રિય સમાજના કોઈપણ રાજકીય વ્યક્તિને આંદોલનમાં સામેલ નહી કરાય. આંદોલનને રાજકીય રંગ ન પકડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય વ્યક્તિ આંદોલનમાં યોગદાન આપી શકે પણ જવાબદારી નહીં, શનિવારે રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: શાંત કોરાટના આરોપ પર લલિત વસોયાના પલટવાર પ્રશાંત કોરાટે કરેલ નિવેદનને લલિત વસોયાએ શરમજનક ગણાવ્યું છે. લલિત વસોયાએ કહ્યું કે, “ ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપના કૉંગ્રેસ પર ખોટા આરોપ લાગાવે છે.ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે,રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યુ છે. કૉંગ્રેસે નહીં ભાજપના આગેવાનોએ ભાગલા પાડ્યા છે’
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Lok sabha Election 2024 Live: વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા આજે સુરતમાં વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા આજે સુરતના મોટા વરાછામાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપશે. રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકો રૂપાલાનું સન્માન કરશે.