ગુજરાતમા આ વર્ષે ઓગસ્ટમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસ્યો, કેટલાક જિલ્લામાં પુરની સ્થિતિના કરણેખેડૂતોને નુકસાન થયું છે. એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો હાલ અત્યાર સુધીમાં સરેરાશનો 120 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. સામા્ન્ય રીતે આ સ્થિતમાં સવાલ થાય કે આખરે હલે મોનસુન દેશમાંથી ક્યારે વિદાય લેશે. 17થી 20 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે. રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે.




જોકે, હાલ  હજુ એક સિસ્ટમ  બંગાળની ખાડી  ઍક્ટિવ થવા જઇ રહી છે.  તો આ સિસ્ટમ ફરી ગુજરાત તરફ આગળ વધશે તો હજુ રાજ્યમાં મોનસૂન એક્ટિવ રહી શકે તેવા એંઘાણ છે. આ સ્થિતિને જોતા નિષ્ણાતના મત મુજબ આ વર્ષે ચોમાસુ લંબાઇ શકે છે. 



હવામાન વિભાગના અનુમાન મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છુટછવાયા વરસાદનું અનુમાન છે તો રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર એટલે કે આજે  મહીસાગર, દાહોદ જિલ્લામાં કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ તથા અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરથી  વરસાદનું જોર ઘટવાનું શરૂઆત થઇ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાનું અનુમાન છે.  આજે બે જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.


ચોમાસુ ક્યારે લેશ વિદાય?


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2023માં ચોમાસાએ સમગ્ર રાજ્યમાંથી 9 ઓક્ટોબરે વિદાય લીધી હતી. ઓક્ટોબર 2023માં ગુલાબી ઠંડી પણ શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં આ વર્ષે પણ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાંથી વિદાય લેશે તેવી આશંકા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે કેટલાક હવામાન નિષ્ણાતના હવમાન મોડલના આંકલન કહે છે કે દેશમાં હજુ પણ આ વર્ષે ચોમાસું લંબાશે અને 15થી 20 એક્ટોબર બાદ દેશમાં ચોમાસુ વિદાય લેશે.