Suicide case:કોટામાં છેલ્લા ચાર મહિનામાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ કોટામાં રહીને મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.
કોટામાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થીનીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. તે છેલ્લા એક વર્ષથી કોટામાં રહેતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થી ખૂબ જ તણાવમાં હતો. તે મધ્યપ્રદેશના સાગરની રહેવાસી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ASI રામ સહાયે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તણાવના કારણે આત્મહત્યાનો મામલો લાગે છે. કેસની તપાસ ચાલી રહી છે.
જવાહર નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ રામ સહાયે જણાવ્યું કે કોટામાં NEETની તૈયારી કરી રહેલી 19 વર્ષિય વિદ્યાર્થિની કોટાના સાગરની રહેવાસી હતી. જ્યારે અમને માહિતી મળી, અમે તલવંડી હોસ્ટેલ પહોંચ્યા, જ્યાં વિદયાર્થિની પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી. આજુબાજુના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને યુવતીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
NEET UG ની પરીક્ષા 7મી મેના રોજ હતી
મળતી માહિતી મુજબ યુવતી બીમાર રહેતી હતી અને 7મી મેના રોજ તેની NEET-UG પરીક્ષા પણ હતી. જેથી તણાવમાં આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. કોટામાં આત્મહત્યાની વાત કરીએ તો અહીં દર વર્ષે 12 થી 15 વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર આત્મહત્યા કરે છે. દર વર્ષે 1.5 લાખથી વધુ બાળકો અભ્યાસ માટે કોટા આવે છે. જેમાંથી કેટલાક તણાવમાં આવીને આત્મહત્યા કરે છે. યુપીના રહેવાસી અલી રાજાએ 14 જાન્યુઆરીએ ઝેર પી લીધું હતું. 15 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક યુવક (22)એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.કોટામાં છેલ્લા ચાર મહિનામાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેઓ કોટામાં રહીને મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.
19 જાન્યુઆરીએ જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 29 જાન્યુઆરીએ વિજ્ઞાન નગર વિસ્તારમાં કોચિંગના વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 8 ફેબ્રુઆરીએ કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારના લેડમાર્ક સિટીમાં રહેતા બાડમેર (17)ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. 24 ફેબ્રુઆરીએ યુપીના બદાયુમાં રહેતા 17 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.