સ્વરા કોકિલા લતા મંગેશકરની હાલત અત્યંત નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા છે.  કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય લતા તાઈ ત્યારથી ICUમાં છે. હોસ્પિટલની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બહેન આશા ભોંસલે અને ભાઈ હૃદયનાથ મંગેશકર પણ લતા તાઈની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે. લગભગ બે કલાક અંદર રહ્યાં પછી બંનેએ કહ્યું, દીદી ઠીક છે અને તેમના સ્વસ્થ્ય  માટે પ્રાર્થના કરો.


લત્તાજીની બગડતી તબિયતના સમાચાર સાંભળીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. બપોરે શરદ પવારની પુત્રી અને એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ સ્વર કોકિલાની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી હતી. આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હોસ્પિટલ પહોંચ્યા હતા.


લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતત સમદાનીએ સાંજે 4:45 વાગ્યે પોતાના નિવેદનમાં કહ્યું કે, લતાજી હજુ પણ ICUમાં છે અને તેમને અગ્રસિવ થેરેપી ,  આપવામાં આવી રહ્યી છે. ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર ખી રહી છે.


થોડા દિવસો પહેલા લતા મંગેશકરના મૃત્યુની અફવાઓ સામે આવી હતી. આ પછી, તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને, પરિવારના સભ્યોએ કહ્યું કે, મહેરબાની કરીને ખોટા સમાચારો પર ધ્યાન ન આપો અનેઆવી ખોટી અફવા ન ફેલાવલી જોઇએ. આ સંવેદનશીલ છે.  બ્રીચ કેન્ડી હોસ્પિટલની અપડેટ આપી છે. દીદીની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થાય અને ઘરે પાછા ફરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.



પાંચ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, "મેં લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે વાત કરી હતી. તેઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમણે કોરોના અને ન્યુમોનિયાને હરાવ્યો છે. તેઓ પહેલા વેન્ટિલેટર પર હતા." પરંતુ આજે તેમનું વેન્ટિલેટર પણ થઈ ગયું છે. દૂર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. લતાજીએ તેમની આંખો ખોલી છે અને ડૉક્ટરો સાથે વાત પણ કરી રહી છે. તેઓ કોરોનાને કારણે થોડા નબળા પડી ગયા છે, પરંતુ હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે." જો કે ફરી તેમની તબિયત લથડતાં તેમને ફરી વેન્ટીલેટર પર લેવાની ફરજ પડી હતી.