દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI એ કરી ધરપકડ

આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે, આવી સ્થિતિમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદો આવવાનો અનુમાન હોવાથી સઘન પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 26 Feb 2023 07:50 PM

બ્રેકગ્રાઉન્ડ

Liquor Scam Live: CBI આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે, આવી સ્થિતિમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદો આવવાનો અનુમાન હોવાથી સઘન પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં...More

દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ

દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડની સીબીઆઈ તપાસમાં જોડાયા હતા. તેઓ સવારે 11.10 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તપાસમાં જોડાતા પહેલા તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સાથે રાજઘાટ પર પૂજા કરવા ગયા હતા.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.