Lok Sabha Election 2024:લોકસભાના છઠ્ઠા તબક્કા હેઠળ દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીમાં ઘણા VVIP લોકોએ મતદાન કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બાંસુરી સ્વરાજ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, સવારે જ્યારે વિદેશ મંત્રી જયશંકર વોટ આપવા આવ્યા ત્યારે મોટી સમસ્યા સર્જાઈ હતી.             

  


, વિદેશ મંત્રી જયશંકર વહેલી સવારે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. ત્યાં 20 મિનિટ રાહ જોયા પછી, તેમને ખબર પડી કે તેઓ જે મતદાન મથકની બહાર ઉભા હતા ત્યાં તેમણે મતદાન ન હતું કરવાનું કારણ કે ત્યાં મથકમાં તેમનું વોટિંગ લિસ્ટમાં નામ ન હતું. તેથી તેમણે પહેલી વખત જ  મતદાનના અધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.  અને ત્યારબાદ તેમણે  મતદાન કરવા માટે અન્ય મતદાન મથકે જવું પડ્યું હતું.                        


જયશંકરને ખોટા મતદાન મથક પર હોવાની માહિતી મળી હતી


હિન્દુસ્તાન લાઈવના અહેવાલ મુજબ, જયશંકર શનિવારે (25 મે) સવારે મતદાન કરવા માટે તુગલક લેનમાં આવેલી અટલ આદર્શ શાળા પહોંચ્યા હતા. તેણે ત્યાં પણ 20 મિનિટ રાહ જોઈ. ત્યારબાદ અધિકારીઓએ જયશંકરને કહ્યું કે તેમનું નામ વોટિંગ લિસ્ટમાં નથી. આ પછી જ્યારે વિદેશ મંત્રી ઘરે પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેઓ ખોટા મતદાન મથક પર પહોંચી ગયા છે. તેમણે મતદાન કરવા માટે અન્ય મતદાન મથકે જવું પડ્યું હતું.


વિદેશ મંત્રી પોતાના બૂથ પર મતદાન કરનાર પ્રથમ મતદાર બન્યા


ફરી તેઓ  ઘરેથી તે મતદાન મથક પર પાછો ફર્યો જ્યાં તેણે પોતાનો મત આપવાનો હતો. અહીં તેણે પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો. વિદેશ મંત્રીએ મતવિસ્તાર 04 ના બૂથ નંબર 53 પર પોતાનો મત આપ્યો. અહીં પોતાનો મત આપનાર તેઓ પ્રથમ પુરુષ મતદાર હતા. આ દરમિયાન તેમને જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા તેમના મતદાન મથક પર પ્રથમ પુરુષ મતદારનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. જયશંકરે તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.