Heart Attack Death:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે  હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યાં છે.લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.


રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યાં છે. આજે એક જ દિવસમાં સુરેન્દ્રગર જિલ્લામાં 2 આશાસ્પદ યુવકના મોત થયા છે.


સુરેન્દ્રનગર ના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડયો હતો, તાબડતોબ તેમને હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે દુર્ભાગ્યવશ તેને સારવાર મળે તે પહેલા જ મોત થઇ ગયું. આશાસ્પદ યુવકના મોતથી શોકનું મોજુ ફરી વળ્યું છે.


Heart Attack : સાવધાન, ગરમીમાં જો આ 4 લક્ષણ અવગણશો નહિ, હાર્ટ અટેકના છે સંકેત 


સાયલન્ટ હાર્ટ અટેક ખતરનાક બની શકે છે કારણ કે, તેના લક્ષણો એકદમ હળવા હોય છે. તેમની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો. 



હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (રેફ.) જણાવે છે કે, જ્યારે ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
જ્યારે દર્દીમાં તેના લક્ષણો દેખાતા નથી ત્યારે સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય છે. આ લક્ષણો એટલા હળવા હોય છે કે દર્દી તેમની અવગણના કરે છે અને ખતરનાક પરિસ્થિતિમાં પરિણમી શકે છે. આવો જાણીએ આ સંકેતો વિશે.હાર્ટ એટેક વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં આ સમસ્યા એકદમ હળવી લાગે છે. આમાં એવું લાગે છે કે કોઈ કારણસર તમારો શ્વાસ વધવા લાગ્યો છે. તેને અવગણશો નહીં.હાર્ટ એટેકની પીડા અચાનક અને તીવ્ર બની શકે છે. પરંતુ જો તમે છાતીમાં ભારેપણું અનુભવો છો, તો તે સાયલન્ટ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. છાતીમાં દબાણ અને જલન વગેરે હાર્ટ અટેકના જ લક્ષણો છે. 


હાર્ટ એટેક વખતે હૃદય તરફ જતું લોહી પ્રભાવિત થાય છે. જેના કારણે હાથ, કમર, ગરદન, જડબા અને પેટની આસપાસના ભાગોમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય તો અટેકના સંકેત  છે.