Lok Sabha Election 2024: રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીએ આપેલા નિવેદન પર વિવાદ થયો છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ પીએમના નિવેદન પર ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.


ચૂંટણી પંચે 23 એપ્રિલે કહ્યું હતું કે,રાજસ્થાનમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણ વિરુદ્ધ ફરિયાદની તપાસ કરી રહ્યું છે.'ધ હિંદુ'માં છપાયેલા અહેવાલ મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો કેન્દ્રમાં વિપક્ષ કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ, જમીન અને સોનું મુસ્લિમોમાં વહેંચી દેશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાનના ભાષણ અંગે ફરિયાદ મળી છે અને તે પંચની વિચારણા હેઠળ છે.


'ધ હિંદુ' અનુસાર, કોંગ્રેસ પીએમ મોદીના આ નિવેદનને લઈને સોમવારે 23 એપ્રિલે ચૂંટણી પંચને મળી છે. કોંગ્રેસે અહીં પીએમ મોદી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે. 'ધ હિન્દુ' અનુસાર, ચૂંટણી પંચને આપવામાં આવેલી ફરિયાદમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાને જૂથો વચ્ચે અંતર બનાવવા માટે ધર્મ અને ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને સપા હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.


કોંગ્રેસની ફરિયાદ


કોંગ્રેસના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, "ભ્રષ્ટાચારના આરોપો પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિને  અનુરૂપ એકમાત્ર ઉપલબ્ધ ઉપાય, આ  ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાનો છે.  કે જેઓ ભારતના નાગરિકોના વિવિધ વર્ગો વચ્ચે વિભાજન બનાવવાનો પ્રયાસ કરતા જણાયા હોય                                                                                    


ડાબેરીઓની ફરિયાદ


આ મામલે લેફ્ટ પાર્ટી સીપીઆઈ (એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને પીએમ વિરુદ્ધ તેમની "ઉશ્કેરણીજનક" ટિપ્પણી માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈન્ડિયા બ્લોક પાર્ટીઓએ પણ સામૂહિક પ્રયાસમાં નાગરિકો સાથે આ મુદ્દો ઉઠાવ્યો અને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.