Kapil Sibal Mission 2024: 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષ પહેલેથી જ એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે આ વખતે ભાજપ 100થી ઓછી બેઠકો પર આવી જશે.


આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી 2024ને લઈને વિપક્ષ પહેલેથી જ એકતાની કવાયતમાં વ્યસ્ત છે. હવે કોંગ્રેસ આને લઈને ઘણી સક્રિય દેખાઈ રહી છે. આ માટે ટૂંક સમયમાં રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ એક નવા પ્લેટફોર્મની જાહેરાત કરવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે.


કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતાને જાગૃત કરવાનો, અન્યાય સામે લડવાનો. તેમણે કહ્યું કે દેશના વિપક્ષના સીએમ, નેતાઓએ મારું સમર્થન કરવું જોઈએ અને આપણે રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવું જોઈએ, જેથી ગુલામી ખતમ થઈ શકે. તેમનું કહેવું છે કે 11 માર્ચે જંતર-મંતર પર એક મોટો કાર્યક્રમ થશે, જેમાં તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.


રાજકીય પક્ષ નથી બનાવવો


તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી બધું ખોટું નથી કરી રહ્યા. ડિજીટાઈઝેશન, આવાસ યોજના સારી યોજના છે, પરંતુ જ્યાં અન્યાય થતો હોય તેની સામે લડવાની જરૂર છે. સિબ્બલે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ રાજકીય પક્ષ નથી બનાવી રહ્યા. તેમણે કહ્યું કે આ દેશના લોકો માટે છે. મને લાગે છે કે મોદી પણ તેનો વિરોધ નહીં કરે.


'હું પીએમ મોદીનો વિરોધ કરવા બેઠો નથી'


સિબ્બલનું કહેવું છે કે તેઓ 11 માર્ચે પોતાનો એજન્ડા બધાની સામે રાખશે. તેમણે  કહ્યુ કે, અમે પીએમ મોદીનો વિરોધ કરવા બેઠા નથી, પરંતુ તેમને  સુધારી દઇશું  આ પહેલા તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી સમાજના વિવિધ તત્વોને સાથે લાવવામાં સફળ રહ્યા છે.


Rajasthan Politics: CM અશોક ગેહલોત સામે માનહાનિનો કેસ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોર્ટ પહોંચશે


Ashok Gehlot News: આ કેસ સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કૌભાંડ સાથે સંબંધિત છે. પીડિતોને મળ્યા બાદ સીએમ ગેહલોતે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું હતું, જેને શેખાવતે ખોટું ગણાવ્યું હતું.


કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે રાઉસ એવન્યુ કોર્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. શેખાવત આજે કોર્ટ રૂમ નંબર-503માં જશે અને કેસ દાખલ કરશે.


વાસ્તવમાં, ફેબ્રુઆરીમાં જોધપુરની મુલાકાત દરમિયાન, સીએમ ગેહલોતે સર્કિટ હાઉસ ખાતે સંજીવની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સાથે સંકળાયેલા પીડિતોને મળ્યા હતા, જેઓ કરોડો રૂપિયાનું રોકાણ કર્યા પછી ભટકતા હતા. આ દરમિયાન પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ કૌભાંડમાં સામેલ છે. જે બાદ મુખ્યમંત્રીએ પીડિત પક્ષના મંતવ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.