Loksabha:આજે સસંદ પર થયેલા આતંકી હુમલાની વરસી છે.  આ જ દિવસે ફરી સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના બની છે. અહીં આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘુસી ગયો હતો. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં હડકંપ મચી ગઇ હતી.  પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.


દેશના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવનની સુરક્ષામાં આજે બે  ચૂક થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને બીજો કિસ્સામાં  લોકસભાની કાર્યવાહી દરમિયાનનો છે. અહીં કાર્યવાહી દરમિયાન એક શખ્સ ગેસ સ્પ્રે સાથે વેલમાં ઘુસી ગયો હતો અને તે ગેસ સ્પ્રેથી સ્પ્રે પણ કર્યું હતું.  આ સમય દરમિયાન સાંસદોમાં હડકંપ મચી ગઇ હતી. બુધવારે સવારે કેટલાક લોકોએ સંસદની બહાર હંગામો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના જવાનોએ બે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.