લંડનઃ તેમણે કહ્યું કે, આપના પ્રતિબંધનો શું ફાયદો. પુતિન અને તેના માણસો લંડનમાં આરામથી એશ કરી રહ્યા છે. આપણા અમારા બાળકો, મહિલાઓ અને લોકો પુતિન સામે લડી રહ્યા છે.
અમેરિકન અને પશ્ચિમી દેશો વ્લાદિમીર પુતિન રશિયન હુમલાના ભય વચ્ચે માત્ર ધમકીઓ આપતા રહ્યા. તેમનો હેતુ ક્યારેય લશ્કરી ટેકો આપવાનો નહોતો. યુક્રેનના અસહાય લોકોમાં તેના વલણને લઈને ગુસ્સો ભરાયા છે. આવો જ એક નજારો બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની મીડિયા બ્રીફિંગમાં જોવા મળ્યો. લાઈવ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકાર દ્વારા જ્હોન્સનની સામે ઉગ્રતાથી અને રડતાં રડતાં યૂક્રેનની સ્થિતિ વર્ણવી હતી.
હકીકતમાં, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકાર ડારિયા કાલેનીયુકે યુક્રેનના વિનાશ અંગે ગંભીર સવાલ પૂછ્યા હતા. યૂક્રનની તાજેતરની સ્થિતિનું વર્ણન કરતાં મહિલા પત્રકારો પણ રડવા લાગી. કોન્ફરન્સના વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોન્સન પણ તેની આકરી અપીલથી દંગ રહી ગયો હતો. થોડીવાર તો તે બોલી પણ ન શક્યો. તે આ મહિલા પત્રકારની સાંભળીને ચૂપ રહ્યી ગયા. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
યુક્રેનની કટોકટીનો ઉલ્લેખ કરતાં મહિલા પત્રકારે જોન્સનને જાણે ઉઘડો લઇ લીઘો હતો. ઉલ્લેખનિય છે કે, સાત દિવસથી ચાલી રહેલા યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, પરંતુ અમેરિકા અને તેના સહયોગી નાટો સહિત તમામ દેશો માત્ર મૌખિક સાંત્વના આપે છે. તેઓ રશિયા પર પ્રતિબંધો લાદીને પોતાની પીઠ થપથપાવી રહ્યા છે, જ્યારે વિશ્વની સામે આ અભૂતપૂર્વ કટોકટી સામે લડવા સક્રિય લશ્કરી સહાયની જરૂર છે. તેમની દેશો તમની સેના મોકલવાનો ઈન્કાર કરી રહ્યા છે.