MP Sidhi Accident:મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં પૂરપાટ ઝડપે આપતી ત્રણ બસોને એક ટ્રકને ટક્કર મારી હતી. બસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલીથી લોકોને લઇને પરત જતી હતી. આ સમય દરમિયાન ટ્રકે ટક્કર મારતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. દર્દનાક દુર્ઘટનામાં 15નાં મોત થયા છે.
મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં શુક્રવારે (24 ફેબ્રુઆરી)ના રોજ એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. એક ટ્રકે ત્રણ બસને પાછળથી ટક્કર મારી હતી. સમાચાર એજન્સી એએનઆઇને રીવા પોલીસને ટાંકીને જણાવ્યું કે, આ અકસ્માતમાંસ 15 8 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 15-20 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
રિપોર્ટ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીમાંથી પરત ફરી રહેલા લોકો બસમાં સવાર હતા. અકસ્માત સમયે બસો રોડની કિનારે ઉભી હતી. ટ્રકનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
CM શિવરાજનું ટ્વીટ
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સીએમ શિવરાજે ટ્વીટ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવાની જાણકારી આપી હતી. તેણે લખ્યું, “સીધીમાં બસ પલટી જવાની દુર્ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આધાત સહન કરવાની શક્તિ આપે તેમજ અને ઘાયલો ઝડપથી સાજા થાય. સીધી જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. રીવા કમિશ્નર અને આઈજી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દુઃખની આ ઘડીમાં હું અને રાજ્યની જનતા શોકગ્રસ્ત પરિવારના સભ્યોની સાથે છીએ.
ગૃહમંત્રી શાહે શોક વ્યક્ત કર્યો હતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “સિધી (M.P.)માં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. વહીવટીતંત્ર દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે સતનામાં શબરી જયંતિના અવસર પર અનુસૂચિત જનજાતિના કોલ મહાકુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી હતી. આ રેલીમાંથીબસમાં પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો જેમાં 15 લોકોએ જિંદગી ગૂમાવી જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે.