Atiq Ahmed-Ashraf Murder Case: ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની હત્યા બાદ દરરોજ એકથી વધુ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ મામલે નવા સમાચાર એ છે કે અતીકે દિલ્હીમાં એક નેતાની મદદથી 100 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી. અતીક-અશરફ મર્ડર કેસની તપાસ કરી રહેલી STFને તેના સંબંધિત કેટલાક પુરાવા મળ્યા છે.


એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર અતીકે દિલ્હીના શાહીનબાગ-બાટલા હાઉસમાં 100 કરોડની મિલકત ખરીદી હતી. જે માત્ર માફિયાના નજીકના સંબંધીઓને જ ખબર હતી. એટલું જ નહીં અતીકે આ પ્રોપર્ટી એક રાજનેતાની મદદથી ખરીદી હતી. સૂત્રોનું માનીએ તો નેતાના બંને પુત્રો અતીક અહેમદના પુત્રો અસદ, અલી અને ઉમરના મિત્રો હતા. ઉમર અને અલી ઘણી વખત દિલ્હીમાં નેતાના ઘરે રોકાયા હતા.


દિલ્હીના અડધો ડઝન વિસ્તારોમાં અતીકની પ્રોપર્ટી


એસટીએફ તપાસ કરી રહી છે કે શું આ નેતાના પુત્રોએ અસદને દિલ્હીમાં છુપાવવામાં મદદ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે અતીકની સંપત્તિ દિલ્હીના શાહીનબાગ, ઓખલા, બાટલા હાઉસ, સાકેત અને દક્ષિણ દિલ્હી સહિત અડધા ડઝન વિસ્તારોમાં છે. હાલમાં આંકવામાં આવેલી આ મિલકતોની કિંમત રૂ. 100 કરોડથી વધુ છે. જેની સંપૂર્ણ વિગતો એસટીએફ એકત્રિત કરી રહી છે.


અતીક-અશરફના હત્યારા...


તે જ સમયે અતીક અહેમદ-અશરફની હત્યાના કેસમાં ત્રણ આરોપીઓ, લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યને શનિવારે (29 એપ્રિલ) પ્રયાગરાજ સીજેએમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે ત્રણેય આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. કોર્ટે ત્રણેય આરોપીઓને 12 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે, ત્યારબાદ તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


આ પણ વાંચો: Atiq Ahmed : અતિક અહેમદ હત્યા કેસમાં થયો સનસની ખુલાસો, ખુલ્યું લાખો રૂપિયાનું કનેક્શન


Atiq Ahmed-Ashraf Ahmed murder : અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કેસમાં એક નવો જ અને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હુમલાખોરોને અતિક અહેમદ અને તના ભાઈ અશરદને મારવાનો સોપારી આપવામાં આવી હતી. અતીક અને અશરફની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ અગાઉથી 10-10 લાખ રૂપિયા પણ લીધા હોવાનો પણ સનસની ખુલાસો થયો છે.

સૂત્રએ જણાવ્યું હતું ક, ત્રણ આરોપીઓમાંથી એક મોહિત ઉર્ફે સનીનો જેલમાં જ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેને હત્યા કરવા માટે સોપારી આપવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, હેન્ડલરે ત્રણેયને પિસ્તોલ અને કારતુસ પણ પુરા પાડ્યા હતા.

અતીક અહેમદ અને અશરફની હત્યામાં લવલેશ તિવારી (બંદા), મોહિત ઉર્ફે સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રાત્રે જ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા અને ઘટનામાં વપરાયેલ હથિયારો કબજે કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય હુમલાખોરો એકબીજાને પહેલાથી ઓળખતા હતા. સની અને લવલેશ બંદા જેલમાં મળ્યા હતાં. બાદમાં તેઓ મિત્રો બન્યા હતાં જ્યારે સની અને અરુણ પહેલાથી જ મિત્રો હતા. સનીએ જ લવલેશને અરુણ સાથે પરિચય કરાવ્યો હતો. અતીક (60) અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે હુમલાખોરોએ ત્યારે ગોળી મારી દીધી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.