વડોદરા:મહાઠગ કિરણ પટેલ પાર્ટ -2 વડોદરાથી સામે આવ્યો છે.  વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સીએમઓની ખોટી ઓળખ આપીને લાભ ઉઠાવતો હતો


મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું છે. સીએમઓની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેની સામે બે ફરિયાદ નોંધી છે.


વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે.


Vadodara: બોયફેન્ડનો નંબર માંગવા ગયેલી યુવતિએ વેપારી પર કર્યો ચપ્પુથી હુમલો


Vadodara: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવતિ દ્વારા યુવક પર ચપ્પુથી હુમલો કરવા મુદ્દે પોલીસે મોનિકા સામે પણ ગુનો દાખલ કર્યો છે. મોનિકા નામની યુવતીએ કરણસિંહ નામના યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો.  મોનિકાએ પણ કાપડના વેપારી કરણસિંહ ફરિયાદ નોંધાવી હતી.મોનિકાએ પોતાના પોલેન્ડમાં રહેતા બોયફ્રેન્ડ નિકુંજ નો નંબર માંગતા કરણે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. વિદેશ ગયેલા બોયફ્રેન્ડનો નંબર માંગી એક યુવતીએ ઉશ્કેરાઇને વેપારીની પીઠ પર ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં હુમલાખોર યુવતીએ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.


મકરપુરા ગામમાં નિશાળવાળા ફળિયામાં રહેતો કરણસિંહ રાજપુતે પોલીસને જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે હું આમ્રપાલી કોમ્પ્લેક્સમાં મારી કાપડની દુકાન પર  હતો.તે દરમિયાન મોનિકા સુર્યવંશી દુકાન પર આવી હતી .મોનિકાએ છેલ્લા આઠ મહિનાથી વિદેશ ગયેલા બોયફ્રેન્ડ નિકુંજનો મોબાઇલ નંબર માંગ્યો હતો , ઉશ્કેરાયેલી મોનિકાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી હુમલો કર્યો હતો.મકરપુરા પોલીસે આ અંગે મહા વ્યથાનો ગુનો દાખલ કર્યો હતો.


સામા પક્ષે મોનિકાએ પણ  કરણ રાજપૂત સામે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારો મિત્ર નિકુંજ શનાભાઇ પરમાર (રહે.ગીરધર પાર્ક, નોવિનો - તરસાલી રોડ) છેલ્લા દોઢ વર્ષથી પોલેન્ડ રહે છે.તેના થકી મારો  પરિચય કરણ રાજપૂત સાથે થયો હતો.ગઇકાલે હું કરણની દુકાને નિકુંજ પોલેન્ડમાં ક્યાં રહે છે ? તથા તેનો મોબાઇલ નંબર લેવા માટે ગઇ હતી.પરંતુ,કરણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલવા લાગ્યો હતો.તેણે મને બે - ત્રણ તમાચા ચોડી દીધા હતા.અને નજીકમાં આવેલા શેરડીના કોલા પરથી શેરડી લઇ આવી મારા પર હુમલો કર્યો હતો.તેણે મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.