મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્ય7 અમિત શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ભાજપ ઉમેદવારોના પક્ષમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર કરશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેંદ્રીય રાજ્ય મંત્રી પરશોતમ રૂપાલાના નામ સામેલ છે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, પીયૂષ ગોયલ, પ્રકાશ જાવડેકર, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ સહિત 40 નેતાઓના નામ સામેલ છે.
મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોમાં 124 બેઠકો પર શિવસેના અને 164 બેઠકો પર ભાજપ અને સહયોગી દળના ઉમેદવાર ચૂંટણી લડશે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 24 ઓક્ટોબર તેના પરિણામ જાહેર થશે.
મહારાષ્ટ્ર: ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, મોદી-શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2019 06:12 PM (IST)
મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોમાં 124 બેઠકો પર શિવસેના અને 164 બેઠકો પર ભાજપ અને સહયોગી દળના ઉમેદવાર ચૂંટણી લડશે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 24 ઓક્ટોબર તેના પરિણામ જાહેર થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -