Lok sabha Election 2024: છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો -
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થતાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ છે. આખરે ટેકેદારની સહીના વિવાદ બાદ ચૂંટણી અધિકારીએ કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ અમાન્ય રાખ્યું છે,ફોર્મ અમાન્ય થતા કૉંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે
શક્તિસિંહ ગોહિલે આ મામલે ભાજપ પર આ મામલે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે 18 કૉંગ્રેસ ઉમેદવાર ફોર્મમાં વાધો ઉઠાવ્યો છે. સુરત ઉમેદવાર નિલેશ કુભાણી ખરીદવાના નું અને દબાણ લાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ચૂંટણી લડવા માટે મકકમ હતા પરંતુ તેના ટેકેદારોએ સામ દામ દંડ ભેદથી એફિડેવિડમાં સહી નથી કરી. શક્તિ સિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે, "Bjp ચૂંટણી પારદર્શિતાથી થાય તો હારી જાય છે"