Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે (6 એપ્રિલ) જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતના મૂળ વિચારને ન સમજવા માટે કોંગ્રેસની ઇટાલિયન સંસ્કૃતિ જવાબદાર છે. નોઘનિય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કલમ 370ને બદલી 371 બોલી ગયા હતા જેથી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસની આવી ભૂલોને કારણે દેશ હજુ પણ પરેશાન છે.
હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજસ્થાનમાં લોકોને સંબોધિત કરતી વખતે, કલમ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની ટીકા કરી હતી. રાજ્યના ચુરુમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ કહ્યું, "તેઓ (પીએમ મોદી) અહીં આવ્યા અને કહ્યું કે અમે (કલમ) 371 હટાવી દીધી છે. ઠીક છે, પરંતુ અહીં તે મુદ્દાની અહીં શું પ્રાંસગિકતા છે ? આ વાત તમે જમ્મુ અને કાશ્મીરમાં જઇને કહો તો ઠીક છે.
જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગઃ અમિત શાહ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ભાષણનો વીડિયો શેર કરતા અમિત શાહે ટ્વીટ કર્યું, "કોંગ્રેસ પાર્ટી પૂછે છે કે, કાશ્મીર સાથે શું ડીલ છે તે સાંભળીને શરમ આવે છે? હું કોંગ્રેસ પાર્ટીને યાદ અપાવવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. "જમ્મુ અને કાશ્મીર પર દરેક રાજ્ય અને નાગરિકનો અધિકાર છે, તેવી જ રીતે જમ્મુ અને કાશ્મીરના લોકોનો પણ બાકીના ભારત પર સમાન અધિકાર છે."
ભારતને ન સમજવા માટે ઈટાલિયન સંસ્કૃતિ જવાબદારઃ ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું, "કોંગ્રેસને ખબર નથી કે, રાજસ્થાનના ઘણા બહાદુર સપૂતોએ કાશ્મીરમાં શાંતિ અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પરંતુ આ એકલા કોંગ્રેસના નેતાઓની ભૂલ નથી. ભારતના વિચારને ન સમજવાના કારણે. ઇટાલિયન આ માટે મોટાભાગે કોંગ્રેસ પાર્ટીની સંસ્કૃતિ જવાબદાર છે." તેમણે વધુમાં કહ્યું કે, "આ પ્રકારના નિવેદનોથી દેશની એકતા અને અખંડિતતાની ચિંતા કરનારા દરેક દેશભક્ત નાગરિકને ઠેસ પહોંચે છે. જનતા કોંગ્રેસને ચોક્કસ જવાબ આપશે."
ખડગેએ કલમ 370ને 371 કહી દીધી
કેન્દ્રીય ગૃહમંત્રીએ કલમ 370ને 371 કહેવા બદલ મલ્લિકાર્જુન ખડગેની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, "કોંગ્રેસની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, મોદી સરકારે કલમ 371 નહીં પણ કલમ 370 હટાવી છે. જો કે, કોંગ્રેસ આટલી મોટી ભૂલો કરે તેવી અપેક્ષા છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આવી ભૂલોએ આપણા દેશને દાયકાઓથી પરેશાન કર્યા છે. "