Trending  Video: કાળઝાળ ગરમીનો માહોલ છે, સર્વત્ર ગરમીનો આતંક છે. આવી સ્થિતિમાં માણસો અને વાહનો પણ ગરમીનો ભોગ બની રહ્યા છે. દરરજ સમાચારોમાં બાઇક અને કાર સળગાવવાના ન્યુઝ આપણે સાંભળીએ છીએ. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર પણ વાહનોમાં આગ લાગી હોવાના અહેવાલો છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં  તમે બાઇક કે કાર સળગતી જુઓ છો તો તમારે પણ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે આમાં તમારો જીવ પણ જઈ શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બાઈકમાં આગ લાગી છે, જેવો જ કોઈ વ્યક્તિ આગ ઓલવવા જાય છે, ત્યારે બાઈકમાં મોટો વિસ્ફોટ થાય છે અને તે વ્યક્તિ જીવતો દાઝી જાય છે . આવો તમને જણાવીએ કે વીડિયોમાં શું છે.


 જીવતો સળગ્યો માણસ


 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે માર્કેટમાં એક બાઇક રોડ પર પડી છે અને તેમાં આગ લાગવાને કારણે કેટલાક લોકો બાઇક પર પાણી નાખી રહ્યા છે. થોડા સમય માટે બધું સામાન્ય રહે છે, પરંતુ થોડીવાર પછી બાઇકમાં જોરદાર વિસ્ફોટ થાય છે, જેના કારણે ત્યાં ઉભેલા લોકોમાંથી એક આગની લપેટમાં આવી જાય છે અને તે વ્યક્તિ જીવતો બળી જાય છે. વિડીયો આપને વિચલિત કરી શકે છે.  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ  કમેન્ટ પણ કરી રહ્યા છે.




 વીડિયોને @krchoudhary0798 નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં યુઝર્સ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું...આ બ્લાસ્ટ ફ્યુઅલ ટાંકીમાં થયો હતો. અન્ય એક યુઝરે લખ્યું... કેવા લોકો છે, તે વ્યક્તિને બચાવવાને બદલે તેનો વીડિયો બનાવી રહ્યા છે. તો બીજા યુઝરે લખ્યું... સળગતા વાહનથી હંમેશા દૂર રહેવું જોઈએ.