Rajkot Tragedy: ગઇ 25 મે, શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં જબરદસ્ત આગ લાગી હતી, આ અગ્નિકાંડમાં 28 લોકો મોતને ભેટ્યા હતા, રાજ્યમાં આ અગ્નિકાંડના પડઘા ઠેર ઠેર પડ્યા અને સરકારે તપાસના આદેશ આપી દીધા હતા. આ મામલે રાજ્ય સરકારે એસઆઇટીની ટીમ ગઠીત કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાંથી વાત સામે આવી રહી હતી કે, આ ગેમ ઝૉન કોઇપણ જાતની મંજૂરી, એનઓસી કે ફાયર સેફ્ટી વિના ચાલી રહ્યું હતુ. હવે આ ગેમ ઝૉનના રાઇડ્સ અને ટિકીટના દર સામે આવ્યા છે. જાણો આ ટીઆરપી ગેમ ઝૉનમાં કેટલી રાઇડ્સ હતી અને શું હતા દરેકની ટિકીટના દર....


રાજકોટ - ટીઆરપી ગેમ ઝૉનમાં શું હતા ટિકિટના દર ?


રાઈડસની વિગતઃ પ્રવેશ ફી
ટિકિટ દરઃ 20 રૂપિયા


રાઈડ્સની વિગતઃ ગૉ કાર્ટ
ટિકિટ દરઃ 200 રૂપિયા 


રાઈડ્સની વિગતઃ બન્જી જમ્પિંગ 
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃ રૉકેટ ઈન્જેક્ટર
ટિકિટ દરઃ100 રૂપિયા 


રાઈડ્સની વિગતઃ સ્નૉ પાર્ક
ટિકિટ દરઃ250 રૂપિયા 


રાઈડ્સની વિગતઃઝીપ લાઈન કૉસ્ટર
ટિકિટ દરઃ100 રૂપિયા 


રાઈડ્સની વિગતઃહ્યૂમન ગ્યારો
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃજાયન્ટ સ્વિંગ
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃસૉફ્ટ પ્લે 
ટિકિટ દરઃ100 રૂપિયા 


રાઈડ્સની વિગતઃમિરર મેઝ
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃલેસર મેઝ
ટિકિટ દરઃ150 રૂપિયા 


રાઈડ્સની વિગતઃઆર્ચરી
ટિકિટ દરઃ50 રૂપિયા


રાઈડ્સની વિગતઃશુટિંગ
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃપેઈન્ટ બૉલ
ટિકિટ દરઃ150 રૂપિયા 


રાઈડ્સની વિગતઃબૉલિંગ
ટિકિટ દરઃ150 રૂપિયા 


રાઈડ્સની વિગતઃટ્રામ્પૉલાઈન 
ટિકિટ દરઃ200 રૂપિયા


રાઈડ્સની વિગતઃઆર્કેડ ગેમ્સ
ટિકિટ દરઃ60 રૂપિયા


રાઈડ્સની વિગતઃક્રિકેટ 
ટિકિટ દરઃ150 રૂપિયા


રાઈડ્સની વિગતઃપૂલ ટેબલ 
ટિકિટ દરઃ100 રૂપિયા 


રાઈડ્સની વિગતઃવીઆર ગેમ્સ
ટિકિટ દરઃ100 રૂપિયા


રાઈડ્સની વિગતઃહૉરર ગેમ્સ 
ટિકિટ દરઃ100 રૂપિયા


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે RMC અને રાજકોટ પોલીસનો પર્દાફાશ


રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે RMC અને રાજકોટ પોલીસનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસ અને RMC ના પાપનો પર્દાફાશ કરતો પત્ર સામે આવ્યો છે. ગેમઝોનની પોલીસે આપેલી મંજૂરીનો પત્ર એબીપી અસ્મિતાએ રજૂ કર્યો હતો. 21/11/2023 ના રોજ રાજકોટ પોલીસે યુવરાજસિંહ સોલંકીને આપેલા લાયસન્સની કોપી એબીપી અસ્મિતાએ જાહેર કરી હતી. રાજકોટ પોલીસે ગેમઝોનને લાયસન્સ આપ્યાની વાત રાજકોટ ફાયર બ્રીગેડે પણ છુપાવી હતી. એબીપી અસ્મિતાએ પૂછેલા સવાલ પર ફાયર ઓફિસર ખોટું બોલ્યા હતા. પોલીસે ખોટી રીતે લાયસન્સ આપ્યું તે દિવસે જ તપાસ કરી હોત તો દુર્ઘટના ટળી શકી હોત.


રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. સવાલ એ છેકે, 30થી વધુ નિર્દોષ લોકોના મોતના જવાબદારોને સજા મળશે કે પછી કાર્યવાહીના નામે ક્લિન ચીટ આપી દેવાશે.


રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.




આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ? તે અંગે તારણ રજૂ કરાયા છે. સીટના બે સભ્યો પ્રાથમિક અહેવાલ લઈને રાજકોટથી ગાંધીનગર આવી પહોચ્યા હતાં. આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો.