Mann Ki Baat 100th Episode Live: મન કી બાતનો 100મો એપિસોડ, આપના પત્ર વાંચીને ભાવુક થયો: PM મોદી

Mann Ki Baat 100th Episode: આજે મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે જેના માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી છે.

gujarati.abplive.com Last Updated: 30 Apr 2023 11:12 AM
Mann Ki Baat: રેકોર્ડિંગ દરમિયાન હું ઘણી વખત ભાવુક થઈ ગયો છું કે... - PM મોદી

પીએમ મોદીએ કહ્યું, હું આ કાર્યક્રમમાં ઘણી વખત એટલો ભાવુક બની ગયો છું કે તેને ફરીથી રેકોર્ડ કરવો પડ્યો. આ પ્રવાસ મારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે.

Mann Ki Baat: મારા મનની આધ્યાત્મિક યાત્રા છે:PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ મારા મનની આદ્ય્યાત્મિક યાત્રા છે. મારા માટે આ એક પૂજા છે. મન કી બાતમાં અમે જે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ છીએ તે આ કાર્યક્રમના હીરો છે અને તે જ આ કાર્યક્રમને જીવંત રાખે છે.

Mann Ki Baat: મન કી બાતનો 100મો એપિસોડ શરૂ

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100મા એપિસોડ માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું, તમારા દ્વારા મળેલા લાખો પત્રો વાંચીને હું ખૂબ જ ભાવુક થઈ ગયો. મન કી બાત એક ઉત્સવ બની ગયો.


Live: એસ જયશંકર ન્યૂ જર્સીમાં ભારતીય પ્રવાસીઓ સાથે કાર્યક્રમ સાંભળશે

 


EAM ડૉ એસ જયશંકરે ટ્વિટ કર્યું કે તેઓ મન કી બાતની 100મી આવૃત્તિ માટે ન્યુ જર્સી, યુએસએમાં ડાયસ્પોરા અને ભારતના મિત્રો સાથે જોડાઈ રહ્યા છે.

Mann Ki Baat: આજે છે ફેકુ માસ્ટર સ્પેશિયલ - જયરામ રમેશના આકરા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે 100મા એપિસોડ વિશે ટ્વિટ કરીને કહ્યું કે, "મન કી બાતનો 100મો એપિસોડ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે." પરંતુ તે ચીન, અદાણી, વધતી જતી આર્થિક અસમાનતા, જીવનજરૂરી ચીજવસ્તુઓની વધતી મોંઘવારી, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા, મહિલા કુસ્તીબાજોનું અપમાન, ખેડૂત સંગઠનોને આપેલા વચનો પૂરા ન કરવા, કહેવાતા બેવડા ભ્રષ્ટાચાર જેવા મહત્વના મુદ્દાઓ પર મૌન છે.તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે છે ફેકુ માસ્ટર સ્પેશિયલ’





લાઇવ: મન કી બાતના 100 એપિસોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત ટુંક સમયમાં તેનો 100મો એપિસોડ પ્રસારિત કરશે. સવારે 11 વાગ્યે દેશભરના લોકો પીએમ મોદીનું સંબોધન સાંભળશે.

સુદર્શન પટનાયકે પુરી બીચ પર સેન્ડ આર્ટ કરી પીએમ મોદીને પાઠવી શુભકામના

ઓડિશાઃ પીએમ નરેન્દ્ર મોદીના 100મા એપિસોડ પહેલા રેત કલાકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર સેન્ડ આર્ટ બનાવી હતી.


Live: બિલ ગેટ્સે PM મોદીને 100મા એપિસોડ પર અભિનંદન પાઠવ્યા

વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 100મા એપિસોડ માટે અભિનંદન પાઠવ્યા છે. બિલ ગેટ્સે ટ્વીટ કર્યું, "મન કી બાતએ સ્વચ્છતા, આરોગ્ય, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર સમુદાયની આગેવાની હેઠળની કાર્યવાહીને ઉત્પ્રેરિત કરી છે. પીએમ નરેન્દ્ર મોદીને તેમના 100મા એપિસોડ પર અભિનંદન


બ્રેકગ્રાઉન્ડ

Mann Ki Baat 100th Episode: આજે મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે જેના માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ તૈયારીઓ કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે તેનો 100મો એપિસોડ પ્રસારિત કરશે. સવારે 11 વાગ્યે દેશભરના લોકો પીએમ મોદીનું સંબોધન સાંભળશે. ભાજપનો ઉદ્દેશ્ય મન કી બાત કાર્યક્રમને વધુમાં વધુ સાંભળવાનો રેકોર્ડ બનાવવાનો છે. લગભગ 1000 લોકો સાથે બીજેપીના તમામ સાંસદો કાર્યક્રમ સાંભળશે.


PM મોદીએ મન કી બાતના 100મા એપિસોડના પ્રસારણ પહેલા ટ્વિટ કર્યું છે. તેમણે સવારે 11 વાગ્યે ટ્યુન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, આ એક ખૂબ જ ખાસ યાત્રા રહી છે જેમાં અમે ભારતના લોકોની સામૂહિક ભાવનાની ઉજવણી કરી છે અને જીવનની પ્રેરણાદાયી યાત્રાઓને પ્રકાશિત કરી છે.


બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા કર્ણાટકના દાવણગેરેમાં હાજર રહેશે. હોનાલ્લીમાં ભાજપના ઉમેદવાર રેણુકાચાર્યના ઘરે પીએમનો મન કી બાત કાર્યક્રમ સાંભળશે. તેો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મુંબઈના વિલે પાર્લેમાં હશે જ્યાં તેઓ ગૃહ પ્રધાન સાથે એક વિશેષ કાર્યક્રમ સાંભળશે.


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.