Martyrs' Day 2023::દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો ભગતસિંહ, શિવરામ, રાજગુરુ સુખદેવે બલિદાન આપ્યા હતા. આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં  છે.


23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા.. આ સાથે ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે  પણ પ્રેરણાસ્ત્રોત  છે. આ જ કારણ છે કે ભારત દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે.


શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા મૌન સભાઓનું આયોજન કરવામાં આવે છે અને વીરોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઘણી જગ્યાએ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે નિબંધ લેખન અને જાહેર ભાષણનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.


દેશની આઝાદી માટે અનેક બહાદુર સપૂતો ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવે જિંદગીની આહૂતિ આપી હતી.  તેમણે જાહેર સુરક્ષા અને વેપાર વિતરણ બિલના વિરોધમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ફાંસીની સજા આપવામાં આવી હતી. 23 માર્ચ એ જ દિવસ છે જ્યારે બ્રિટિશ સરકારે દેશના ત્રણ બહાદુર સપૂતોને ફાંસી આપી હતી.


વીર સપૂતો વિશે


ભગત સિંહ:- માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર 'ઇન્કલાબ ઝિંદાબાદ' ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રએ દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. તેનો અર્થ છે ‘ક્રાંતિની જય હો’


શહિદ સુખદેવ :- સુખદેવનો જન્મ 15 મે, 1907ના રોજ પંજાબના લાયલપુરમાં થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાયલપુરમાં એકબીજાની નજીક રહેતા હતા અને બંને હીરો વચ્ચે ગાઢ મિત્રતા હતી. એટલું જ નહીં બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું.


શહીદ રાજગુરુ:- શહીદ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા.


30 જાન્યુઆરીએ મનાવાતો શહિદ દિવસ કેમ અલગ છે.


શહીદોના સન્માનમાં ભારતમાં દર વર્ષે કુલ સાત શહીદ દિવસ મનાવવામાં આવે છે. તેઓ જુદી જુદી તારીખો અને મહિનાઓ પર પડે છે. આ સાત દિવસ છે 30 જાન્યુઆરી, 23 માર્ચ, 19 મે, 21 ઓક્ટોબર, 17 નવેમ્બર, 19 નવેમ્બર અને 24 નવેમ્બર. જો આપણે 30 જાન્યુઆરી અને 23 માર્ચે મનાવવામાં આવતા શહીદ દિવસની વાત કરીએ તો આ બંને વચ્ચે તફાવત છે. હા, 30 જાન્યુઆરી, 1948 ના રોજ, ભારતને આઝાદી મળ્યાના માત્ર પાંચ મહિના પછી, નાથુરામ ગોડસેએ નવી દિલ્હીના બિરલા હાઉસ સંકુલમાં મહાત્મા ગાંધીની છાતી અને પેટમાં ત્રણ ગોળીઓ ધરબી દઇ હત્યા કરી હતી. . બીજી તરફ, શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને 23 માર્ચ 1931ના રોજ યાદ કરવામાં આવે છે, જ્યારે અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી.